...
   

BREAKING : ‘ગુલાબ’ બાદ હવે ગુજરાતના માથે ‘શાહીન’ નામના વાવાઝોડાનું સંકટ, ભારે પવન અને વરસાદ સાથે ત્રાટકશે વાવાઝોડુ

હાલ તો ગુજરાતના માથે ગુલાબ નામના વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યુ છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા નવા વાવાઝોડા વિશે માહિતી આપવામાં આવી છે. ગુજરાત પર શાહીન વાવાઝોડાનુ સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયા કિનારે ન જવા માટે કહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુલાબ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે ગુજરાત પર આ વાવાઝોડાનું જોખમ છે. 20 જિલ્લાઓમાં ભારે વરસાદને લઇને આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.રાજ્યમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જણાવી દઇએ કે, ગુલાબ વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયુ હતુ અને તે બાદ તે નબળું પડ્યું હતું. પરંતુ વાવાઝોડાની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ અમદાવાદમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ગુલાબ વાવાઝોડાની અસરને કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ટકરાવાની આશંકા છે. હાલ અરબસાગરમાં “શાહીન” નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે.

આ અરબી સમુદ્રમાં હાલ તો ડિપ ડિપ્રેશનમાં છે ત્યારે  કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે, શાહીન નામના વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલ સવાર સુધી 60 કિમીની ઝડપે અને આવતીકાલે 90ની ગતિથી ગુજરાતના કોસ્ટલ એરિયામાં પવન ફૂંકાશે. માછીમારોને હાલ 4 દિવસ માટે દરિયો ના ખેડવા માટે સૂચન છે. દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે અને સાથે જ દરિયો તોફાની પણ બનશે. 40ની ગતિથી પવન અમદાવાદમાં ફૂંકાશે, પરંતુ હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં કોઈ ખતરો નથી.

શાહીન નામના વાવાઝોડાની અસરથી ગદીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, ભાવનગર અને આણંદ, તેમજ અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ નોર્થ ગુજરાતની વાત કરીએ તો, ત્યાં સામાન્ય વરસાદ તેમજ કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ અમદાવાદના શહેરી વિસ્તારમાં સામાન્ય વરસાદ, તેમજ સાણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. આજ અને કાલ બે દિવસ વાવાઝોડાની અસર રહેશે અને તે બાદ તેની અસર ઘટી જશે.

તમને જણાવી દઇએ કે, ગુલાબ વાવાઝોડાને કારણે છેલ્લા સપ્તાહથી રાજયમાં વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે હવે ગુજરાતના માથે શાહીન નામના વાવાઝોડાનું સંકટ છે. રાજયમાં આગાગામી ચાર દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કરછમાં આવતીકાલે ભારે પવન સાથે વરસાદ થવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કચ્છના અખાતમાં શાહીન વાવાઝોડું ઉદભવે તેવી પૂરેપૂરી સંભાવના છે. વવાઝોડાના કારણે કચ્છના દરિયામાં 60થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

Shah Jina