આતંકીઓ સાથેની મુઠભેડમાં આપણા દેશના ઘણા જવાનો શહીદ થયા છે, ભારત માતાની રક્ષા કરવા માટે દેશના જવાનો હસતા હસતા પણ પોતાના પ્રાણ ત્યાગી દેતા હોય છે તો આ જવાનોના સાહસની કથાઓ પણ વાંચવી ઘણી જ સાહસી હોય છે.

આવા જ એક વીર જવાનનો સાહસી કિસ્સો સામે આવ્યો છે, જેના બાદ તેને નમન કરવાનું મન થાય. જમ્મુ કાશ્મીરના લવેપોરા વિસ્તારમાં આતંકીઓ અને સીઆરપીએફના જવાનો વચ્ચે થયેલી મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, પરંતુ આ આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થઇ ગયો, પરંતુ શહીદ થતા પહેલા તેને દેશ માટે એવું કામ કર્યું કે જેના લીધે તે અમર પણ થઇ ગયો.બુધવારના રોજ લવેપોરામાં સુરક્ષાબળને આંતકવાદીઓ સંતાયેલા હોવાની ખબર મળી હતી, જ્યારે બાદ સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન હાથ ધરી અને વિસ્તારની ઘેરાબંધી કરી દીધી હતી. આ દરમિયાન જ આતંકવાદીઓએ સુરક્ષાબળ ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

આ ગોળીબારમાં ફરજ નિભાવતા બહાદુર જવાન રમેશ રંજનને માથાના ભાગમાં ગોળી વાગી હતી. ગોળી વાગી હોવા છતાં પણ રમેશે બહાદુરી સાથે પોતાની બંદૂકને પકડી રાખી અને એક આતંકવાદીને પોતાની બંદૂકથી ઠાર મારી દીધો। ગોળી ચાલવાનો આવાજ સાંભળતાની સાથે જ સુરક્ષાબળના બીજા જવાનો એ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બાકીના બે આતંકવાદીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતા.રમેશ રંજનને જયારે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો ત્યારે તેને ટોપી પહેરી હતી અને માથામાંથી લોહી પણ વહી રહ્યું હતું. હોસ્પિટલમાં રમેશને શહીદ જાહેર કરવામાં આવ્યો હતો.

રમેશ રંજન બિહારના ભોજપુરમાં રહેતો હતો. પરિવારને રમેશના શહીદ થવાના સમાચાર મળતા પરિવારમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી. એક મહિના પહેલા જ રમેશ રજાઓમાં ઘરે આવ્યો હતો અને રજાઓ પૂર્ણ કરી જમ્મુ કાશ્મીરમાં દેશ સેવા માટે પાછો ચાલ્યો ગયો હતો. પરિવાર સાથે રોજ ફોન ઉપર પણ વાત કરતો હતો, શહીદ થવાના આલગ્ન દિવસે પણ રમેશે ફોન કરી પરિવાર સાથે વાત કરી હતી, ત્યારે અચાનક આવી ચઢેલા રમેશના શહીદ થવાના સમાચારે પરિવાર ઘેર આઘાતમાં ચાલ્યો ગયો છે.

રમેશના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા, તેના પિતાએ જણાવ્યું હતું કે: “મને ગર્વ છે કે મારો દીકરો આતંકીઓને માર્યા બાદ શહીદ થયો છે. શહીદ રમેશની માતાના આંસુઓ થંભી નથી રહ્યા ત્યારે આસપાસના લોકો અને સાગા સંબંધિઓનું કહેવું છે કે રમેશ અમારા સૌ માટે આદર્શ છે.
Author: GujjuRocks Team