રાજસ્થાન સામેની RCBની મેચમાં જીતનો હીરો રહેલો આ ક્રિકેટર કોલેજમાંથી ગુલ્લી મારીને રમતો હતો ક્રિકેટ, 3 ઈડિયટ્સ જેવી છે કહાની, જુઓ

IPLનો રોમાન્ચ ભરપૂર જામી રહ્યો છે, ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ વર્ષે આઇપીએલમાં એવું બની રહ્યું છે જે આજ સુધી નથી બન્યું, ચેન્નાઇ અને મુંબઈની ટિમો પોતાની પ્રથમ ત્રણેય મેચ હારી ચૂક્યું છે અને યુવા ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવીને ચર્ચામાં છે.

આવો જ એક ક્રિકેટર છે શાહબાઝ અહેમદ. શાહબાઝ 2020થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સભ્ય છે. તેણે સિઝનમાં બે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને પોતાનું નામ ચમકાવ્યું છે. શાહબાઝે મંગળવારે (5 એપ્રિલ) રાજસ્થાન રોયલ્સ સામેની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 26 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 173.08 હતો.

તમે 3 ઈડિયટ્સ ફિલ્મ જોઈ જશે અને તેમાં ફરહાન કુરેશી પણ યાદ જ હશે. જો તમને યાદ ન હોય તો જણાવી દઈએ કે તેણે કોઈ રીતે એન્જિનિયરિંગ કર્યું હતું, પરંતુ અંતે તેણે તેના દિલની વાત સાંભળી અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર બની ગયો. આ વાર્તાના ભાગ હવે આઈપીએલ સાથે જોડવામાં આવી રહ્યા છે અને એક એવો ડેશિંગ ઓલરાઉન્ડર છે, જેનું જીવન 3 ઈડિયટ્સના ફરહાન કુરેશી સાથે ઘણું મળતું આવે છે.

આ કહાની છે RCBના શાહબાઝ અહેમદની છે જેણે પિતાના આગ્રહને કારણે કોઈક રીતે એન્જિનિયરિંગ કર્યું, પરંતુ આખરે તેના દિલની વાત માની અને ક્રિકેટર બની ગયો. હરિયાણાના મેવાત જિલ્લાના રહેવાસી શાહબાઝની ક્રિકેટ સુધી પહોંચવાની કહાની રસપ્રદ છે. આ RCB ઓલરાઉન્ડરના પિતા અહેમદ જાન હરિયાણામાં SDMના રીડર છે. તેમણે પોતાના બાળકોના ભણતર અને નોકરી માટે ગામ છોડી દીધું હતું. તેમનું સપનું હતું કે દીકરો શાહબાઝ એન્જિનિયર બને, પરંતુ એવું બન્યું નહીં. શાહબાઝને ક્રિકેટ રમવાનું પસંદ હતું અને તેણે આજ ફિલ્ડ પસંદ કરી.

શાહબાઝના લોહીમાં ક્રિકેટ તેના દાદા તરફથી આવ્યું હતું. અહેમદ જાનના પિતા પણ ક્રિકેટના શોખીન હતા. મેવાતમાં ક્રિકેટ માટે વધુ સુવિધાઓ ન હતી. તેમનું ગામ તેમના શિક્ષણ માટે જાણીતું છે. તેમાં ડોકટરો અને એન્જિનિયરોની સંખ્યા વધુ છે. શાહબાઝની નાની બહેન ફરહીન ડૉક્ટર છે અને ફરીદાબાદની એક હોસ્પિટલમાં તાલીમ લઈ રહી છે. શાહબાઝના પિતા ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એન્જિનિયર બને. આ માટે તેમણે ફરીદાબાદની કોલેજમાં તેનું એડમિશન પણ લીધું.

પિતાએ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન તો અપાવી દીધું, પરંતુ શાહબાઝને ભણવામાં મન ન લાગ્યું. તે ક્રિકેટ માટે ક્લાસમાં ગુલ્લી મારતો હતો. પિતાને કોલેજમાંથી આ માહિતી મળી હતી. તેના પર પિતા અહેમદ જાને પુત્ર સાથે વાત કરી. તેણે શાહબાઝને કહ્યું કે તેણે ક્રિકેટ અથવા એન્જિનિયરિંગમાંથી કોઈ એકની પસંદગી કરવી જોઈએ, અને તે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પિતાની સલાહ બાદ શાહબાઝે ક્રિકેટ પસંદ કર્યું.

શાહબાઝે ગુડગાંવની એક ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. ક્રિકેટની સાથે શાહબાઝે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. તેણે એન્જિનિયરિંગ પૂરું કર્યું. આ પછી મિત્ર પ્રમોદ ચંદિલાના કહેવા પર બંગાળ ગયો. ચંદીલા ત્યાં એક ક્રિકેટ ક્લબ માટે રમતા હતા. બંગાળની સ્થાનિક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ શાહબાઝને 2018-19માં બંગાળ રણજી ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી, તેને 2019-20માં ઇન્ડિયા-એ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

શાહબાઝને 2020માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે વર્ષે UAEમાં તેને બે મેચમાં રમવાનો મોકો મળ્યો હતો. તેણે એક રન બનાવ્યો હતો અને બે વિકેટ લીધી હતી. આ પછી શાહબાઝને 2021માં 11 મેચમાં રમવાની તક મળી. ત્યારબાદ 59 રન બનાવવા સિવાય સાત વિકેટ ઝડપી હતી. શાહબાઝને આરસીબીએ આ વર્ષે હરાજીમાં 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયા હતી.

Niraj Patel