શાહબાદ હત્યાકાંડમાં થયો મોટો ખુલાસો, હત્યાથી થોડા કલાક પહેલા કિશોરી સાથે બંધાયા હતા શરીર સંબંધ

નરાધમે સગીરા સાથે માણ્યું હતું સેક્સ, FSL રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો- વાંચો અંદરની માહિતી

Sakshi Murder Case : દિલ્હીની શાહબાદ ડેરીમાં 60 સેકન્ડમાં 34 વખત વાર કરી નિર્દયી રીતે હત્યા કરાયેલી સગીરાની હત્યામાં હવે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એફએસએલ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ મામલે રોહિણી FSLએ પોલીસને રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હત્યાના થોડા કલાકો પહેલા કિશોરી સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. એફએસએલએ પોસ્ટમોર્ટમ દરમિયાન બાળકીના મૃતદેહમાંથી સેમ્પલ લીધા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડીએનએ સેમ્પલ આરોપી સાહિલ ખાનના નથી. પોલીસ હવે દુષ્કર્મના આરોપીને શોધવાનો પ્રયાસ કરી રહી છે. એફએસએલ રિપોર્ટના આ ખુલાસાથી કેસમાં નવો વળાંક આવી શકે છે. એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિના સામે આવ્યા પછી આ કેસને એક નવો એંગલ પણ મળી શકે છે, જે પોલીસને કેસને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. 28 મેના રોજ રાત્રે 8:42 વાગ્યે શાહબાદ ડેરીના બી-બ્લોકની ગલીમાં ડઝનેક લોકોની હાજરીમાં આરોપી સાહિલ ખાને 16 વર્ષીય સાક્ષીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.

આરોપીએ સાક્ષી પર છરી વડે 34 વાર કર્યા હતા. આ પછી તેણે એક મોટો પથ્થર ઉપાડીને સાક્ષીના માથા પર માર્યો હતો. સગીરા તેના મિત્રના બાળકની બર્થ-ડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે 29 મેના રોજ આ હત્યાકાંડનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર ફરતો થયો અને દેશભરના લોકો આ નરાધમની નિર્દયતા જોઈને ચોંકી ગયા અને ગુસ્સે પણ થયા.

આ પછી પોલીસે આરોપી સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહરથી ધરપકડ કરી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી અને સગીરા મિત્રો હતા. સગીરાએ સાહિલ સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને બીજા સાથે મિત્રતા કરી, તેનાથી નારાજ થઈને આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલિસ હવે સગીરા પર દુષ્કર્મનો આ કોયડો ઉકેલવા માટે ટૂંક સમયમાં કેટલાક શંકાસ્પદોનો ડીએનએ ટેસ્ટ કરાવશે.

જેમાં તે યુવકોનો પણ સમાવેશ થાય છે જેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી યુવતીના સંપર્કમાં હતા. તેમજ તે યુવક કે જેની સાથે કિશોરે 27 મેના રોજ સાહિલ સાથે ઝઘડો કર્યો હતો. આ કેસમાં યુવતીએ કોઈની સામે બળાત્કારની ફરિયાદ કરી ન હતી. હજુ સુધી બળાત્કાર અંગે પોલીસમાં કોઈ ફરિયાદ આવી નથી. તેમની પાસે માત્ર FSL રિપોર્ટ છે. માનવામાં આવે છે કે આ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને કોર્ટના નિર્દેશ પર જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina