અબ્બા શાહરૂખને જોતા જ આર્યન ખાન ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો, જાણો બંને વચ્ચે શું વાત થઇ

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આ દિવસોમાં મુંબઈ ક્રૂઝ ડગ પાર્ટી કેસમાં ફસાયેલો છે. 20 ઓક્ટોબરે મુંબઈની સેશન્સ કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર જામીન ન મળતાં આર્યન ખાન નિરાશ થઈ ગયો છે અને જેલમાં કોઈની સાથે વાત કરી રહ્યો નથી. હવે આ બધા વચ્ચે પહેલીવાર પિતા શાહરુખ ખાન પોતાના પુત્રને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યા છે.શાહરૂખ ખાન ગુરુવારે એટલે કે આજે સવારે પુત્ર આર્યન ખાનને મળવા આર્થર રોડ પહોંચ્યો હતો. તે ગ્રે ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો તેમજ આ સાથે માસ્ક અને ચશ્મા પહેરેલા હતા. પિતા અને પુત્ર વચ્ચે લગભગ 15-20 મિનિટની વાત થઇ હતી.

મીડિયાના અહેવાલ અનુસાર, શાહરૂખ અને આર્યન બેઠક દરમિયાન એકબીજાને જોઈને ભાવુક થઈ ગયા હતા. જોકે, બંને વચ્ચેની વાતચીત અંગે કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી. આર્યન ખાન જેલમાં બંધ કેબિનેટમાં શાહરુખ ખાનને મળ્યો છે. કાચની દીવાલ વચ્ચે એક બાજુ આર્યન ખાન અને બીજી બાજુ શાહરુખ ખાન હતા. શાહરૂખની સાથે તેના સ્ટાફમાંથી પણ કેટલાક લોકો છે. જોકે, તેને શાહરૂખ સાથે સ્ટાફને કેબિનેટમાં સામેલ થવા દેવામાં આવ્યો ન હતો.

આર્યન તેના પિતાને જોઈને ભાંગી પડ્યો હતો અને રડી રહ્યો હતો. શાહરુખ ખાને જેલના સ્ટાફને પૂછ્યુ હતુ કે તે દીકરાને કંઈ ભોજન આપી શકે છે ? પરંતુ અધિકારીઓએ ના પાડી દીધી હતી.2 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ બાદ આ પ્રથમ વખત છે કે આર્યનના પરિવારનો કોઈ સભ્ય તેને મળવા આવ્યો છે. આર્યન ખાન છેલ્લા 14 દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. એનસીબીએ તેના પર ડગ લેવા અને આંતરરાષ્ટ્રીય ડગ ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે. આર્યન ખાનની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હવે તેના વકીલોએ મુંબઈ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર, પિતા અને પુત્ર વચ્ચેની મુલાકાત લગભગ 18 મિનિટ સુધી ચાલી હતી. જો કે, નિયમ મુજબ, જેલ પ્રશાસન માત્ર 10 મિનિટની બેઠક માટે સંમત છે. મીટિંગ દરમિયાન શાહરૂખને જોઈને આર્યન ભાવુક થઈ ગયો. તેમની સાથે આવેલા એક જેલના રક્ષકે તેમની સંભાળ લીધી અને પછી બંનેએ ઇન્ટરકોમ પર એકબીજા સાથે વાત કરી હતી. શાહરૂખ 9.35 વાગ્યે જેલમાંથી બહાર નીકળ્યો હતો. શાહરૂખના આવવાની ખબર આવતા જ જેલ પરિસરની બહાર પોલીસ કર્મચારીઓની તૈનાતી પણ વધારી દેવામાં આવી હતી.

Shah Jina