ફિલ્મી દુનિયા

દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યાની અંગત વ્યક્તિના લહેંગામાં લાગી ભડ ભડ આગ, 15 ટકા સુધી બળી ગયુ શરીર અને આ હીરોએ બચાવ્યો જીવ

અમિતાભ બચ્ચનએ આ વર્ષે 2 વર્ષ પછી પોતાના ઘર પર દિવાળી પાર્ટી રાખી હતી. બચ્ચન ફેમિલીના દિવાળી પાર્ટીમાં બોલિવુડના સૌથી મોટા સ્ટાર્સે હાજરી આપી. પરંતુ સ્ટાર્સથી સજેલી આ પાર્ટીમાં એક દુર્ઘટના ઘટી ગઈ. ભારતમાં બૉલીવુડ ટોપ 3 નંબરમાં આવતા સુપર સ્ટાર શાહરૂખ ખાનને આજ સુધી ફિલ્મોમાં જબરદસ્ત એક્શન કરતા અને લોકોને બચાવતા જોયા હશે, પણ હાલમાં કંઈક એવું બન્યું છે કે તે રીલ નહીં પણ એક રીયલ લાઇફ હીરો બની ગયો છે. સાચે શાહરૂખ ખાને ઐશ્વર્યા રાય બચ્ચનના મેનેજર અર્ચના સદાનંદનો જીવ બચાવ્યો. ઐશ્વર્યા રાય બચ્ચનની મેનેજર એટલે કે અર્ચના સદાનંદના પગમાં આગ લાગી હતી. શાહરૂખ ખાન તેને બચાવવા દોડી પડ્યો. આ ઇન્સિડન્ટ પછી શાહરૂખ ખાનની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

મિડ ડેની રિપોર્ટ મુજબ, અર્ચના સદાનંદના લહેંગાને દિવાની આગે લપેટમાં લઈ લીધો. કિંગ ખાને એશ્વર્યા રાયની મેનેજરની દુર્ઘટનામાં મદદ કરી હતી. ખબરો અનુસાર શાહરૂખ ખાન અભિનેત્રીની મેનેજર અર્ચનાના લહેંગામાં લાગેલી આગને ઓલવવા માટે આગળ આવ્યો હતો. આમ કરવાના કારણે શાહરૂખ ખાનને પણ થોડી ઈજા પહોંચી છે. અર્ચના હાલમાં નાનાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેને ICUમાં રાખવામાં આવી છે તે 15 ટકા સુધી બળી ગઈ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ દિવાળીની પાર્ટીમાં ટીવી અભિનેત્રી નિયા શર્માના લહેંગામાં પણ આગ લાગી હતી. જો કે તેને કોઈ નુકસાન થયુ ન હતુ તે સરસ વાત છે. નિયા શર્માએ સળગેલા લહેંગાની તસવીરો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરીને લખ્યુ કે દિવડાની તાકાત તો જુઓ, પલક જપકાવતા લાગી આગ, જોકે મારા આઉટફિટમાં લેયર્સ હતા જેણે મને બચાવી લીધી. કોઈ શક્તિ હતી જેણે મને બચાવી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.