મનોરંજન

દીકરા આર્યન ખાનના ઘરે પરત ફર્યાના થોડા દિવસો બાદ જ શાહરૂખ ખાને લીધો મોટો નિર્ણય ! ફેન્સ રાજીના રેડ થઇ ગયા

કરોડો લોકોના દિલો પર રાજ કરનાર બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને તેમનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેમના લાડલા દીકરા આર્યન ખાનની NCBએ 2 ઓક્ટોબરના રોજ અટકાયત કરી હતી અને તેની પૂછપરછ બાદ 3 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદથી શાહરૂખ ખાન અને તેમનો પરિવાર મુશ્કેલીમાં હતો. જો કે, તેમના દીકરાને લગભગ 26-28 દિવસ બાદ હાઇકોર્ટે જામીન પર મુક્ત કર્યો છે. ત્યારે હવે ધીરે ધીરે તેમનું જીવન પાછું પાટા પર આવી રહ્યુ છે.

આર્યન ખાનની જમાનત બાદ શાહરૂખ ખાન હવે જલ્દી કામ પર પરત ફરી શકે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન તેમની ફિલ્મ પઠાણનું શૂટિંગ ફરી શરૂ કરવા માટે તૈયાર છે. શાહરૂખ ખાને યશરાજ ફિલ્મ્સને ‘પઠાણ’ના આગામી શેડ્યૂલના શૂટિંગ માટે લીલી ઝંડી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ પઠાણને સ્પેનમાં ‘સેવિલે’, ‘માલાર્કા’, ‘કાર્ડેઝ’, ‘જેરેઝ ડે લા ફ્રન્ટેરા’, ‘વાલ્ડેમોસા’, ‘રિયાધ લોલિતા તારિફ’ જેવી જગ્યાએ શૂટ કરશે. આ જગ્યાઓ પર આ પહેલા કોઈ બોલિવૂડ ફિલ્મનું શૂટિંગ થયું નથી.

શાહરૂખ અને દીપિકા પાદુકોણના બે રોમેન્ટિક ગીતો અહીં શૂટ કરવામાં આવશે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક એક્શન સીન પણ સ્પેનમાં શૂટ કરવાના છે. સપ્ટેમ્બરમાં, એવું બહાર આવ્યું હતું કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ તેમની આગામી ફિલ્મ ‘પઠાણ’ માટે એક ગીત શૂટ કરવા મજોર્કા જશે. લાંઇટાઇમ્સના અહેવાલ મુજબ, શાહરૂખ ખાન શૂટ પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યો છે અને તેના શૂટિંગની તારીખ 15 નવેમ્બર જણાવવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે 21 નવેમ્બરે એટલાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે, જેમાં શાહરૂખની વિરુદ્ધ અભિનેત્રી નયનતારા જોવા મળશે.

શાહરૂખે તેના દીકરા માટે કેટલીક ફિલ્મો અને જાહેરાતો અધવચ્ચે છોડી દીધી હતી, હવે તે આ તમામ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે જલ્દીથી કામ પર પાછા ફરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરના રોજ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શાહરૂખના દીકરા આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. દીકરાની ધરપકડ બાદ મેકર્સે ‘પઠાણ’નું શૂટિંગ અધવચ્ચે જ અટકાવી દીધું હતું. શાહરૂખ પણ પોતાનું તમામ કામ છોડીને પરિવાર સાથે રહેવા મુંબઈ પરત ફર્યો હતો.