શાહરુખ આજે 56 વર્ષનો થયો, ફેન્સ મન્નત મહેલની બહાર જુઓ કેવા ગાંડા થયા…
શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ છે અને તેઓ 56 વર્ષના થઇ ગયા છે. બોલિવુડના બાદશાહના જન્મદિવસના ખાસ અવસર પર તેમના ચાહકો કંઇક ખાસ અંદાજમાં મનાવે છે. આ વખતે પણ કંઇક આવું જ જોવા મળ્યુ. બધી વખતની જેમ શાહરૂખ ખાનના ચાહકો અડધી રાતે મન્નત બહાર એકઠા થઇ ગયા હતા. શાહરૂખ ખાનના ચાહકો શાહરૂખની એક ઝલક મેળવવા માટે તેમના બંગલા પર આવે છે.
શાહરૂખ ખાન પણ બધી વખતે બહાર આવી તેમના ચાહકનું અભિવાદન કરે છે અને તેમના પ્રેમ માટે આભાર પણ વ્યક્ત કરે છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાનના ચાહક તેમના બંગલા બહાર નજર આવી રહ્યા છે. શાહરૂખ ખાનનો જન્મદિવસ એ અર્થમાં પણ ખાસ છે કે તાજેતરમાં જ તેના પુત્ર આર્યન ખાનને ડગ કેસમાં જામીન મળ્યા છે. જેના કારણે તેમની ખુશી બમણી થઈ જાય છે.
શાહરૂખ ખાન સિવાય તેનું ઘર મન્નત પણ લોકોમાં ખૂબ ફેમસ છે. જો કે તેના આ ઘર સુધી પહોંચવાની કહાની પણ ઘણી રોમાંચક છે. શાહરૂખે પહેલીવાર મન્નતને વર્ષ 1997માં તેની ફિલ્મ યસ બોસના શૂટિંગ દરમિયાન જોઈ હતી. આ દરમિયાન શાહરૂખે મન્નતને જોતા જ તેને પોતાનું બનાવવાનું સપનું જોયું હતું. પરંતુ, તે સમયે મન્નત ગુજરાતી બિઝનેસમેન નરીમાન દુબાસની હતી.
શાહરૂખનું ઘર બનતા પહેલા મન્નતનું નામ વિલા વિયેના હતું. પરંતુ, પોતાની મહેનત અને સમર્પણના બળ પર આખરે શાહરૂખે આ ઘર પોતાના નામે કરી લીધું. વર્ષ 2001માં શાહરૂખ વિલા વિયેનાના માલિકને મળ્યો હતો. આ મીટિંગ બાદ શાહરૂખે આ બંગલો બાઈ કિશોરેશ ભાનુ સંજના ટ્રસ્ટ પાસેથી ખરીદ્યો હતો. અભિનેતાએ પહેલા તેનું નામ જન્નત રાખવાનું વિચાર્યું, પરંતુ પછીથી તેનું નામ બદલીને મન્નત રાખ્યું.
શાહરૂખ ખાને આ બંગલો તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં 13.32 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શાહરૂખના આ બંગલાની રચના 20મી સદીની ગ્રેડ-3 હેરિટેજની છે, જે ચારે બાજુથી ખુલે છે. તે જ સમયે, જો આપણે આજે મન્નતની કિંમત વિશે વાત કરીએ, તો તે લગભગ 200 કરોડ રૂપિયા હશે.
શાહરૂખ ખાનનો જન્મ 3 નવેમ્બર 1965ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમણે બોલિવૂડમાં ‘બાઝીગર’, ‘દીવાના’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘મૈં હું ના’, ‘ડર’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી શાનદાર ફિલ્મો કરી છે. તેમની આગામી ફિલ્મ પર તમામની નજર છે, જે પઠાણ છે, જેમાં તે એક્શન સ્ટાઇલમાં જોવા મળશે.
View this post on Instagram