અધધધધ સેલેરી? બાપ રે….પગારનો આંકડો જોઈ આંખો પહોંળી થઈ જશે
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન હાલના દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શાહરૂખનો પુત્ર આર્યન ખાન હાલમાં ડગના કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યનની જામીનની સુનાવણી ચાલી રહી છે અને હાલ તો તેને જામીન મળ્યા નથી અને તેના કારણે કિંગ ખાન અને તેમનો પરિવાર પરેશાન છે.
શાહરૂખ ખાનના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. આવી સ્થિતિમાં ચાહકોનો ક્રેઝ પણ ક્યારેક હદ વટાવી જાય છે, ત્યારે આવામાં શાહરૂખ ખાનની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. શાહરૂખની સુરક્ષા માટે એક બોડીગાર્ડ છે જેનું નામ રવિ સિંહ છે તે ચર્ચામાં પણ રહેતો હોય છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પરિવાર આ દિવસોમાં સતત ચર્ચામાં છે. વાસ્તવમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડગના કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. જ્યારે પણ શાહરૂખ ખાનની સુરક્ષાની વાત આવે છે ત્યારે તેના બોડીગાર્ડ રવિ સિંહનું નામ ચોક્કસથી સામે આવે છે. રવિ સિંહ છેલ્લા 10 વર્ષથી શાહરૂખ ખાનની સુરક્ષા સંભાળી રહ્યો છે.
બોલિવૂડ લાઈફના એક રિપોર્ટ અનુસાર, રવિ સિંહ શાહરૂખ ખાનના સિક્યોરિટીના વડા છે અને તેમનો પગાર એવો છે કે જાણીને તમારા હોશ ઉડી જશે. શાહરૂખ ખાનની સિક્યોરિટી માટે રવિ વાર્ષિક 2.7 કરોડ રૂપિયા લે છે. વર્ષ 2014માં રવિ સિંહ એ સમયે ખૂબ ચર્ચામાં આવ્યો હતો જ્યારે એક યુવતીએ તેના પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર વાસ્તવમાં રવિ ભીડને નિયંત્રિત કરી રહ્યો હતો જ્યારે તેણે ભીડમાં ઉભેલી આ છોકરીને ધક્કો માર્યો ન હતો પરંતુ અજાણતા વાગી ગયો હતો.જો કે, રવિ સિંહની જવાબદારીઓ માત્ર શાહરૂખ ખાનની સુરક્ષા સંભાળવા સુધી મર્યાદિત નથી. શાહરૂખ ખાન સિવાય તે આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાનને બચાવવા માટે પણ કામ કરે છે. એટલું જ નહીં. રવિ સિંહ શાહરૂખ ખાનની દિવસભરની દરેક ગતિવિધિ વિશે પહેલેથી જ જાણે છે અને તે તેની સાથે પડછાયાની જેમ રહે છે.
આર્યનના કેસની વાત કરીએ તો તેની 2 ઓક્ટોબરના રોજ NCBએ મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પરથી ડગ કેસ મામલે અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ તેને NCB કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને કોર્ટે તેને પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. હાલ આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસોથી આર્થર રોડ જેલમાં બંધ છે.