મનોરંજન

શાહરુખ-ગૌરીના લગ્નના વિરુદ્ધમાં હતા ઘરવાળા,એકબીજાને મેળવવા માટે કર્યા હતા દિલચસ્પ નાટક

ગૌરી સાથે લગ્ન કરવા માટે શાહરુખ ખાને કર્યું હતું હિન્દૂ હોવાનું નાટક, હનીમૂન પર બોલ્યો હતો ખોટું

બોલીવુડમાં શાહરુખ ખાન અને ગૌરી ખાનની જોડીને આદર્શ જોડી માનવામાં આવે છે. આ એક એવી જોડી છે ના તો ક્યારે લડાઈ-ઝઘડો કર્યો છે ના તો તેને લઈને કોઈ કોન્ટ્રોવર્સી થઇ છે. બંનેનો લવ બોન્ડ આજે પણ બોલીવુડમાં મિશાલ આપે છે. આ બોન્ડ એમ જ નથી બન્યો આ બોન્ડ બનાવવા માટે 29 વર્ષનો સમય લાગ્યો છે. આ દરમિયાન શાહરુખ ખાન અને ગૌરી ખાને ઘણા ઉતાર-ચડાવ જોયા છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

8 ઓક્ટોબર 1970માં જન્મેલી ગૌરી ખાને હાલમાં જ તેનો 50મોં બર્થડે મનાવ્યો હતો. બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનની ગણના દેશના મોટા ઇન્ટરિયર, ફેશન ડિઝાઈનર, ફિલ્મ પ્રોડ્યુસર અને સોશિયલ વર્કર તરીકે થાય છે. ગૌરીએ ભલે ફિલ્મમાં કામ ના કર્યું હોય પરંતુ તેની ગણના એક દમદાર શખ્સ તરીકે થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

ગૌરી આજે એક સફળ બિઝનેસ વુમન છે. ગૌરી રેડ ચીલી એન્ટટેનેમેન્ટની કો-ઓનર છે. તેની પહેલી ફિલ્મ ‘મૈં હું ના’ 2004 માં પ્રોડ્યુસ કરી હતી. ઇન્ટરિયર ડિઝાઈનર ગૌરી ખાને તેની કરિયરની શરૂઆત 2012માં શરૂ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

શાહરુખ ખાન અને ગૌરીની લવ સ્ટોરી થોડી ફિલ્મી છે. બંને 1984માં એક કોમન ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં મળ્યા હતા. તે સમયે શાહરુખ ખાનની ઉંમર 18 વર્ષ અને ગૌરીની ઉંમર 16 વર્ષની હતી. પાર્ટી દરમિયાન શાહરુખ ખાનને ગૌરી પસંદ આવી ગઈ હતી. ગૌરી અને શાહરુખ આ પાર્ટી બાદ ઘણી વાર મળ્યા હતા. બંનેની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. એક ઇન્ટરવ્યૂમાં ગૌરીએ જણાવ્યું હતું કે, હું વાળ ખુલ્લા રાખું કે કોઈ છોકરા સાથે વાત કરું તો શાહરુખ ખાન મારી સાથે લડતો હતો. એક સમય એવો પણ આવ્યો હતો કે શાહરુખ ખાનની આ હરકતોને કારણે હું બ્રેક લેવા માંગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

શાહરુખ ખાનના વર્તનથી ગૌરી એટલી પરેશાન થઇ ગઈ હતી કે, એક દિવસ તે શાહરુખને જણાવ્યા વગર મિત્રો સાથે ફરવા ગઈ હતી. શાહરુખને ત્યારે ખબર પડી કે તે ગૌરીને કેટલો પ્રેમ કરે છે. તેના વગર રહેવું મુશ્કેલ છે. તેની પરેશાની જોઈને તેની માતાએ શાહરુખને પૂછ્યું કે એટલો પરેશાન કેમ છો. આ સમયે પહેલી વાર શાહરૂખે તેની માતાને ગૌરી વિષે જણાવ્યું હતું. શાહરુખની માતાએ શાહરુખને 10 હજાર આપી કહ્યું કે તેની વહુને ગોતી લાવે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

ઘણા વર્ષો સુધી અફેર રહ્યા બાદ 25 ઓક્ટોબર 1991માં ગૌરી અને શાહરુખના લગ્ન થયા હતા, લગ્ન પહેલા ગૌરીનું પૂરું નામ ગૌરી છિબ્બર હતું. શાહરુખ ખાન મુસ્લિમ હોવાને કારણે ગૌરીનાં ઘરવાળાઓએ લગ્ન કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. પ્રેમ આગળ આખરે ઘરવાળાઓએ નમવુ પડ્યું હતું. શાહરુખ અને ગૌરીએ એકબીજાને મેળવવા માટે ઘણો સ્ટ્રગલ કરવો પડયો હતો. શાહરુખને ગૌરીનાં માતાપિતાને ઈમ્પ્રેસ કરવા માટે 5 વર્ષ સુધી હિન્દૂ હોવાનું નાટક પણ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

લગ્ન બાદ શાહરૂખે ગૌરી સાથે ખોટું બોલ્યું હતું. એક એવોર્ડ શો દરમિયાન શાહરૂખે તેના હનીમૂનનું સિક્રેટ શેર કર્યું હતું. શાહરુખ ખાને જણાવ્યું હતું કે, મેં ગૌરીને કહ્યું હતું કે, આપણે હનીમૂન માટે પેરિસ જઈશું પરંતુ મારી પાસે એર ટિકિટના પૈસા ના હતા. હું ગરીબ હતો. પરંતુ મારી ફિલ્મ રાજુ બન ગયા જેન્ટલમેનનું શૂટિંગ દાર્જિલિંગમાં હોવાથી મને વિચાર આવ્યો કે આ સારો મોકો છે. હું ગૌરીને પેરિસનું જણાવીને દાર્જિલિંગ લઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on