જ્યારે ઘર છોડી ભાગી ગઇ હતી તુનિષા કેસના આરોપી શીઝાન ખાનની બહેન શફક નાઝ, માતા પર લગાવ્યા હતા એવા ગંભીર આરોપ કે…

ઘર છોડીને ભાગી ગઈ હતી શીજાનની બહેન શફાક છે રૂપ રૂપનો અંબાર, કુંતી માતાનો રોલ નિભાવીને થઇ હતી રાતોરાત ફેમસ, જુઓ બોલ્ડ તસવીરો

તુનિષા શર્મા આત્મહત્યા કેસના આરોપી શીઝાન ખાન સહિત તેની બંને બહેનો હાલ ચર્ચામાં છે. શીઝાનની બંને બહેનો શફક નાઝ અને ફલક નાઝ બંને ટીવીની દુનિયામાં જાણિતુ નામ છે. ‘અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ’ ફેમ એક્ટર શીઝાન ખાન પર તુનિષા શર્માને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે, જેના કારણે તેને 28 ડિસેમ્બર એટલે કે આજ સુધી પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવ્યો છે. શીઝાનની ધરપકડ બાદ તેની બંને બહેનોએ મીડિયા અને લોકો પાસેથી પ્રાઇવસીની અપીલ કરી છે.

શીજાન ખાને ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે અને અભિનેતાની જેમ જ તેની બંને બહેનો પણ લોકપ્રિય છે. શીઝાન ખાનની બે બહેનો શફક નાઝ અને ફલક નાઝે ટીવી પર મોટું સ્થાન હાંસલ કર્યું છે. શફક નાઝે ‘મહાભારત’માં ‘કુંતી’ અને ‘ચીડિયા ઘર’માં ‘મયુરી’ના રોલથી લોકપ્રિયતા મેળવી હતી. તે ગુમ હૈ કિસીકે પ્યાર મેંમાં પણ જોવા મળી છે. બીજી તરફ, ફલક નાઝે ‘સસુરાલ સિમર કા’, ‘મહાકાલી’, ‘વિશ યા અમૃત-સિતારા’ અને ‘રામ સિયા કે લવ કુશ’ જેવા પ્રખ્યાત શોમાં કામ કર્યું છે.

ફલક અને તેના પરિવાર સાથે શફાક નાઝનું બોન્ડ સારું નથી. જો કે, ફલકના પોતાના ભાઇ શીજાન સાથે ખૂબ સારા સંબંધો છે. એટલું જ નહીં, ભાઈ શિજાન સિવાય ફલક નાઝનું સ્વર્ગસ્થ અભિનેત્રી તુનીષા શર્મા સાથે પણ સારું બોન્ડ હતું. બંને અવારનવાર એકબીજા સાથે ફોટા શેર કરતા હતા. શીઝાનની બહેન અને તેની માતા તુનિષા શર્માના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયા હતા. આ પહેલીવાર નથી કે જ્યારે શીજનનો પરિવાર વિવાદોને કારણે ચર્ચામાં હોય.

શું તમે જાણો છો કે તુનિષા શર્મા સાથે સારુ બોન્ડિંગ ધરાવતી શીજાન ખાનની બહેન શફક નાઝે તેની માતા પર એકવાર ગંભીર આરોપ લગાવ્યા હતા. તુનિષા શર્મા કેસ પહેલા શીઝાનની બહેન શફક નાઝ દ્વારા પરિવાર પર લગાવવામાં આવેલા આરોપોએ ખૂબ જ લાઈમલાઈટ મેળવી હતી. શફાકે તેની માતા પર પૈસા પડાવી લેવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેની બહેન ફલક નાઝે ખુલાસો કર્યો કે તેણે શફક સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.

ટેલીચક્કરના અહેવાલ મુજબ, ફલકે કહ્યું હતું કે શફક હવે નાઝ પરિવારનો ભાગ નથી. 2018માં આપેલા એક ઈન્ટરવ્યુમાં ફલકે કહ્યું હતું કે, બે વર્ષ પહેલા (2016) તે અમારાથી દૂર થઈ ગઈ હતી. તેણે મારી માતા પર પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો. લડાઈ પછી તેણે ઘર છોડી દીધું અને ફરી ક્યારેય અમારી સાથે વાત કરી નહીં.” શીઝાન, ફલક અને શફકની માતાએ તેમને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર્યા છે. આવી સ્થિતિમાં ફલકે કહ્યું કે તેની માતા શફકના આરોપોથી ભાંગી પડી છે.

 

View this post on Instagram

 

A post shared by Shafaq Naaz (@shafaqnaaz777)

ફલકે કહ્યું કે તે ક્યારેય શફક સાથે સંબંધ રાખવા માંગતી નથી. ફલકે શફાક પર આરોપ લગાવ્યો હતો કે તેને પરિવારનો ઉછેર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તે દુનિયાને એક્સપ્લોર કરવા અને વૈભવી જીવન જીવવા માંગતી હતી. ઘર છોડ્યા પછી શફક નાઝે ક્યારેય તેના પરિવારના સભ્યો સાથે વાત કરી નથી. ત્યારે વર્ષો પછી શીઝાનના કેસ પછી એવું લાગે છે કે શફક તેના પરિવાર પાસે પાછી ફરી છે. તાજેતરમાં, તેણે પરિવાર વતી એક નિવેદન જારી કરીને ગોપનીયતાની માંગ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shafaq Naaz (@shafaqnaaz777)

ટીવીન એક્ટ્રેસ શફાક નાઝ ઇન્ટરનેટ પર ખુબ જ એક્ટિવ રહે છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર તેની હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રીના આ બોલ્ડ અવતારને જોઈને, કેટલાક ફેન્સે અભિનેત્રીને અનફોલો કરવાનું ચાલુ કરી દીધું કારણે કે તેના ફેન્સ માને છે કે, માતા કુંતીનું પાત્ર ભજવનારી અભિનેત્રીને આવું બધું શોભતું નથી, શરમજનક કહેવાય. આ મેટર પર અભિનેત્રી શફાક નાઝે જણાવ્યું હતું કે, તેને કોઈ વાંધો નથી. કારણ કે, તે એક એક્ટર છે અને તેને તમામ પ્રકારના પાત્રો કરવા પડે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ માતા કુંતીની ભૂમિકા ભજવી, ત્યારે તે 21 વર્ષની હતી.

 

View this post on Instagram

 

A post shared by JOHN KENNEDY (@itsme_johnkennedy)

Shah Jina