મનોરંજન

આ એક જમાનાની હિરોઈનને થઇ ગયો હતો શાદીશુદા ડાયરેક્ટર સાથે પ્રેમ, આજ દિવસ સુધી છે કુંવારી- જુઓ હાલ કેવી લાગે છે

60-70ના દાયકાની જાણીતી એક્ટ્રેસ અને અભિનયથી લાખો લોકોના દિલ જીતનારી આશા પારેખની જિંદગી બધી એક્ટ્રેસ કરતા એકદમ અલગ જ હતી.

 

View this post on Instagram

 

A post shared by asha parekh (@ashaparekh_ji) on

આશા પારેખ સાથે બધા જ નિર્માતા અને નિર્દેશક કામ કરવા માટે તલપાપડ હતા. આશા પારેખ ઘણા લોકોના દિલની ધડકન હતી. લોકો તેની એક્ટિંગ પર ફિદા હતા. આશા પારેખ પાસે બધું જ હતું છતાં પણ તે કુંવારી હતી.

 

View this post on Instagram

 

A post shared by asha parekh (@ashaparekh_ji) on

આશા પારેખની ગણતરી એ એક્ટ્રેસમાં થાય છે જેને પ્રેમ તો કર્યા પરંતુ પ્રેમી સાથે લગ્ન ના થવાને કારણે તેની આખી જિંદગી સિંગલ ગુજારી દીધી હતી. આશા પારેખના પ્રેમસંબંધની ચર્ચા હંમેશાથી થઇ હતી પરંતુ તેને આજ દિવસ સુધી લગ્ન નથી કર્યા.

 

View this post on Instagram

 

A post shared by asha parekh (@ashaparekh_ji) on

આશા પારેખે હાલમાં જ વર્વ મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. આશા પારેખે લગ્ન ના કરવાના લઈને કહ્યું હતું કે, તે જેને પ્રેમ કરતી હતી તે પહેલાથી જ શાદી શુદા હતા.

 

View this post on Instagram

 

A post shared by asha parekh (@ashaparekh_ji) on

સાથે આશા પારેખે કહ્યું હતું કે, તે સમયે તેની સાથે કામ કરી રહેલા કલાકારો સાથે ધોખો થતો હતો. કલાકારો તેની પત્નીને ભૂલી જતા હતા. આ પરિસ્થતિમાં આશા તેની સાથે આવું થાય તે ઇચ્છતી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by asha parekh (@ashaparekh_ji) on

આશા પારેખને મશહૂર નિર્દેશક અને સ્ક્રીન રાઇટર નાસિર હુસૈન સાથે પ્રેમ થઇ ગયો હતો. આશા નાસિર હુસૈન સાથે લગ્ન કરવા પણ માંગતી હતી. પરંતુ નાસિર હુસૈન પહેલાથી જ શાદીશુદા હતો.

 

View this post on Instagram

 

A post shared by asha parekh (@ashaparekh_ji) on

આશા પારેખે આ અંગે જણાવ્યું હતું કે, હું તેના પરિવારને તોડીને તેના બાળકોને દુઃખી જોવા માંગતી ના હતી. તેનાથી સારું હતું કે હું એકલી જ મારા દમ પર જિંદગી જીવું. વધુમાં આશાએ કહ્યું હતું કે, હું લગ્ન કરવાની બદલે હું મારી ખુદની સાથે સમય પસાર કરવા માંગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by asha parekh (@ashaparekh_ji) on

એવું ના હતું કે હું લગ્ન કરવા માંગતી ના હતી પરંતુ મારી માતાએ મારી માટે ઘણા છોકરા જોયા હતા પરંતુ તે પૈકી મારા લાયક એક પણ ના હતા.

 

View this post on Instagram

 

A post shared by asha parekh (@ashaparekh_ji) on

એક સમય એવો પણ આવ્યો હતો કે, મારી માતાએ મારા લગ્નના સપના જોવાનું બંધ કરી દીધું હતું કારણકે મારી માતા જેને મારી કુંડળી દેખાડતી હતી તે લોકો એવું જ કહેતા હતા કે, મારા લગ્ન ક્યારે પણ સફળ નહીં થાય.

 

View this post on Instagram

 

A post shared by asha parekh (@ashaparekh_ji) on

જણાવી દઈએ કે, 77 વર્ષીય આશા પારેખે બોલીવુડમાં લગભગ 80થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આશાની વધુ ફિલ્મો હિટ રહી છે. આશા પારેખ તેના જમાનામાં સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી હતી.

 

View this post on Instagram

 

A post shared by asha parekh (@ashaparekh_ji) on

આશા પારેખે દિગ્ગ્જ નિર્દેશકો સિવાય શાનદાર કલાકારો સાથે પણ કામ કર્યું છે. આશા પારેખે ધર્મેન્દ્ર, મનોજ કુમાર, રાજેશ ખન્ના અને સુનિલ દત્ત જેવા કલાકારો સાથે કામ કર્યું છે. હાલ આશા પારેખ ફિલ્મોથી દૂર છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.