મોટાભાગે આપણે ઘરમાં જમવા બેસતાં હોઈએ છે ત્યારે આપણી થાળીમાં એક અથવા બે રોટલી જ મુકવામાં આવે છે, તમને ત્રણ રોટલીની ભૂખ લાગી હોવા છતાં તમને બે રોટલી એક સાથે અને ત્યારબાદ ત્રીજી રોટલી પીરસવામાં આવે છે. આમ કેમ કરવામાં આવે છે એ અત્યાર સુધી તમને ખબર નહિ હોય.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે આ ત્રણ રોટલી ના પીરસવા પાછળનું પારંપરિક કારણ…
પ્રાચીન સમયથી જ ભોજનની થાળીમાં ત્રણ રોટલી પીરસવી એ અશુભ માનવામાં આવે છે. કારણ કે હિન્દૂ ધર્મમાં ત્રણનો અંક શુભ માનવામાં નથી આવતો. ત્રણનો અંક અશુભ હોવાના કારણે એને શુભકાર્યોથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલા જ માટે કોઈપણ શુભકાર્યમાં ક્યારેય ત્રણ વસ્તુઓને સાથે નથી રાખવામાં આવતી.
જમવાની થાળી હોય કે પછી પૂજાની થાળી એમાં ક્યારેય ત્રણ વસ્તુઓ નથી મુકવામાં આવતી. ત્રણ અંક વળી તિથિએ પણ કોઈ શુભકાર્ય કરવામાં નથી આવતું. એટલા જ માટે જમવાની થાળીમાં ત્રણ રોટલી નથી પીરસવામાં આવતી.

ત્રણ રોટલી ના પીરસવા પાછળનું કારણ માત્ર ત્રણ નો આંકડો અશુભ હોવો એટલું જ નથી. બીજું પણ એક કારણ એની પાછળ જવાબદાર છે. આપણા ધર્મમાં એમ પણ માનવામાં આવે છે કે ત્રણ રોટલી એકસાથે જમવામાં આપવી એટલે કોઈ મૃત વ્યક્તિને ભોજન કરાવવું.
આમ એટલા માટે માનવામાં આવે છે કે પરિવારમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એના ત્રીજા દિવસે મૃતકના ભોજન માટે ત્રણ રોટલી બનાવવામાં આવે છે. અને એ ત્રણ રોટલી બનાવનાર સિવાય બીજી વ્યક્તિ નથી જોઈ શકતી. જેના કારણે આપણી હિન્દૂ સંસ્કૃતિમાં 3 રોટલી મૃતકનું ભોજન માનવામાં આવે છે.

પરંતુ મનમાં પ્રશ્ન થાય કે ક્યારેક કોઈ કારણવશ થાળીમાં ત્રણ રોટલી મુકવી પડે એવી પરિસ્થિતિ આવે તો શું કરવું ? તો એનું પણ એક નિરાકરણ છે. જો કોઈ કારણવશ ત્રણ રોટલી પીરસવી પડે તો એ ત્રણ રોટલીના ટુકડા કરીને તમે પીરસી શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.