સંસ્કારી નગરી વડોદરામાં ધોળા દિવસે ધમધમતું કુટણખાનું ઝડપાયું, અંદરનો નજારો જોઈને તો પોલીસ પણ શરમાઈ ગઈ, 5 યુવતીઓને…

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Sex racket was caught flat in Vadodara : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને પાર્લરની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાઓ સામે આવતા હોય છે. પોલીસ પણ બાતમીના આધારે આવી જગ્યાઓ પર રેડ પાડીને આવા કુટણખાના ઝડપી પાડતી હોય છે.

ત્યારે હાલ એક એવો જ મામલો સંસ્કારી નગરી વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં એક ફ્લેટની અંદર ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે અને તેમાંથી 5 યુવતીઓને પણ પોલીસે છોડાવી લીધી છે.

FILEPIC

સંસ્કારી નગરીમાં કુટણખાનું :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે વાઘોડિયા રોડના વૈકુંઠ સોસાયટી નજીક આવેલા સનરાઈઝ ટાવરના મકાનમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. આ મામલામાં ચંદ્રિકા ઉર્ફે રીટા નામની એક મહિલા બહારથી યુવતીઓને લાવતી હતી અને તેમની પાસે દેહ વિક્રયનું કામ કરાવી હતી. જેના માટે યુવતી દીઠ ગ્રાહકો પાસેથી રૂપિયા 1200થી 1500 વસુલવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

FILEPIC

મુખ્ય આરોપી ફરાર :

આ મામલામાં મુખ્ય આરોપી ફરાર થઇ જતા પોલીસે તેને મોસ્ટ વૉન્ટેડ જાહેર કરી છે, પરંતુ તેના સાથી સ્મિત દરજીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે ફ્લેટ પરથી જરિયાતમંદ પાંચ યુવતીઓને પણ છોડાવી દીધી છે. આ અગાઉ પણ રીટા સામે પાણીગેટ પોલીસ મથકમાં પણ ગુન્હો નોંધાયો હતો.  એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પા અને પાર્લર પર દરોડા પાડીને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સપાટો :

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અમદાવાદના પણ વિવિધ સ્પામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ પૂર્વ વિસ્તારના 350 જેટલા સ્પામાં તપાસ કરવામાં આવી છે, જેમાંથી પોલીસે જાહેરનામા ભંગની 9 ફરિયાદ નોંધીને 8 લોકોની ધરપકડ પણ કરી છે. અમદાવાદ અને વડોદરા ઉપરાંત રાજકોટમાંથી પણ 50થી પણ વધુ સ્પામાં દરોડા પાડીને 13 સ્પા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel