લો બોલો… રસ્તાની વચ્ચે જ અચાનક ડાન્સ કરવા લાગી ગયું ગટરનું ઢાંકણ, જોઈને રાહદારીઓને શ્વાસ પણ થયા અઘ્ધર, જુઓ વીડિયો

Source: કાનપુરમાં ડાન્સ કરવા લાગયય ગટરનું ઢાંકણ, ડરી ગયા લોકો, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

Sewer lid started dancing : વરસાદના કારણે રોડ અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવા ઉપરાંત ભુવા પડવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. હાલ દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ઠેર ઠેર આવી ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે હાલ એક ચોંકવનારી ઘટના સામે આવી છે, જેમાં કાનપુરમાં વરસાદ બાદ એક વિચિત્ર નજારો જોવા મળ્યો છે. અહીં એક ગટરનું  ઢાંકણું ડાન્સ કરતું જોવા મળ્યું હતું. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્યાંથી પસાર થતા વાહનચાલકો પણ ગટરના ઢાંકણા નાચતા જોઈને ડરી ગયા હતા. એક સ્કૂટર ચાલક ખૂબ દૂર હોવા છતાં ગટરથી વધુ દૂર જવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. મામલો કોર્ટની નજીકનો છે. કાનપુરમાં છેલ્લા બે દિવસમાં ઘણો વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ છે. ઘણી જગ્યાએ ગટરો પણ ઉભરાતી જોવા મળી છે. દરમિયાન કોર્ટ પાસે આવેલી ગટરના ઢાંકણા ઓટોમેટીક ઉંચકાતા લોકોમાં ઉત્સુકતાનું કારણ બન્યું હતું.

કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તે ઝડપથી વાયરલ થઈ ગયો. ગટરના ઢાંકણા આ રીતે કૂદવા પાછળનો તર્ક બીજું કંઈ નથી પણ અંદર ભરેલો ગેસ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિષ્ણાતોનું કહેવું છે કે ગટરની અંદર પણ મોટા પ્રમાણમાં ગેસ ઉત્પન્ન થાય છે. જ્યારે વરસાદ દરમિયાન ગટરનું પાણી અચાનક ઉપરની તરફ વધવા લાગે છે ત્યારે આ ગેસ સૌથી પહેલા ઉપર આવે છે. આ ગેસના કારણે ક્યારેક ઢાંકણા સંપૂર્ણ ખુલી જાય છે તો ક્યારેક ગેસના ઓછા દબાણને કારણે તે ઉછળતા રહે છે.

જે લોકો ગટરમાં રહેલા ગેસનો તર્ક જાણતા હોય છે તેઓ નિશ્ચિંત રહે છે, પરંતુ જે લોકો આ વિશે વધુ જાણકારી ધરાવતા નથી તેઓ પણ આવી પરિસ્થિતિઓમાં ડરી જાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેસનું પ્રેશર ઓછું રાખવા માટે ઢાંકણમાં હંમેશા છિદ્રો રાખવામાં આવે છે. આની નીચે બનેલો ગેસ સમયાંતરે પણ પોતાની મેળે બહાર આવતો રહે છે. જ્યારે ઢાંકણામાં કાણાં ભરાઈ જાય અથવા ગેસ અચાનક વધુ પ્રમાણમાં બને ત્યારે ઢાંકણ ઉછળવાની ઘટનાઓ બને છે.

Niraj Patel