વાયરલ

આ દાદાની કહાની ભાવુક કરી દેશે, 70 વર્ષની ઉંમરમાં દિવસે વેચે છે પૌઆ અને રાત્રે કરે છે સિક્યુરિટી ગાર્ડની નોકરી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા આજે એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જે તમારા ટેલેન્ટને તો બહાર લાવે જ છે સાથે સાથે એવા લોકોની મદદ માટે આગળ આવે છે જેને ખરેખર મદદની જરૂર હોય છે. સોશિયલ મીડિયાએ ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું, ઘણા લોકોના રોજગાર ધંધા વધારી દીધા, જેના વીડિયો પણ વાયરલ થાય છે.

હાલ એવા જ એક દાદાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમની ઉંમર 70 વર્ષની હોવા છતાં પણ તે દિવસે પૌવા , ચેવડો અને ચણા વેચે અને રાત્રે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે અને આ બધું તે એટલા માટે કરી રહ્યા છે કે આ પૈસાથી તે તેમની દવા ખરીદી શકે. તેમનો વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા.

આ વીડિયો એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તે નાગપુરના છે અને તેમનું નામ જયંતિભાઈ છે. તે સાયકલ પર માત્ર 20 રૂપિયામાં પૌઆ, ચણા અને ચેવડો નાગપુરના ગાંધીબાગ અને ઈટવારીની ગલીઓમાં વેચે છે. એટલું જ નહીં, પૌઆ વેચ્યા બાદ તે મહાજનવાડી જાય છે અને ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જયંતિભાઈ પૌઆ, ચણા અને ચેવડો લઈને સાઈકલ પર નીકળ્યા છે. સાયકલની પાછળ એક નાની ટોપલી બાંધવામાં આવે છે જેમાં તેને બનાવવા માટેની તમામ સામગ્રી હોય છે. તેઓ પેપરની પ્લેટમાં ભાત નાખીને લોકોને નાસ્તાની પ્લેટ આપે છે. આ પ્લેટમાં તે ગ્રેવી સાથે થોડો ચેવડો અને ચણા આપતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by JUST NAGPUR THINGS (@abhinavjeswani)

આ વીડિયોમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે તે આ બધું ખૂબ જ આનંદથી કરે છે. તેમનો આ વીડિયો વાયરલ થતાં જ લોકો તેમની મદદ માટે તેમનું સરનામું શોધવા લાગ્યા. ઘણા લોકોએ તેમના બેંક ખાતાની વિગતો વિશે માહિતી માંગી જેથી તેઓ તેમની મદદ કરી શકે. હાલમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર લોકોએ તેમને ઘણા પૈસા મોકલ્યા છે.