વડોદરાની 7 વર્ષની બાળકીએ એકલા જ પ્લેનમાં વડોદરાથી મુંબઈની કરી સફર, મમ્મીએ વીડિયો શેર કરીને જણાવી રસપ્રદ કહાની

વડોદરાની 7 વર્ષની આ બાળકીને હિંમતને સલામ, વડોદરાથી મુંબઈ સુધી એકલા જ ફલાઇટમાં ગઈ, મમ્મીએ સરસ મજાનો વીડિયો પોસ્ટ કરી જણાવી રસપ્રદ કહાની

આજે દુનિયામાં વાતાવરણ ડામાડોળ થઇ ગયું છે, ખાસ કરીને મહિલા અને યુવતીઓની સુરક્ષાને લઈને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને દીકરીઓ સાથે છેડતી અને હત્યાના મામલાઓ પણ સામે આવવા લાગ્યા છે, ત્યારે આવા સમયે પોતાના બાળકને ઘરની બહાર એકલા કોઈ માતા-પિતા મોકલવા નથી માંગતા હોતા.

આજે નાના બાળકોને સ્કૂલે જવા-આવવા માટે પણ ગાડી બંધાવવામાં આવે છે કે પરિવારનું કોઈ સદસ્ય મુકવા અને લેવા માટે જાય છે, પરંતુ હાલ વડોદરામાંથી એક એવી બાળકી સામે આવી છે જેને એકલા જ ફલાઇટમાં વડોદરાથી મુંબઈની સફર ખેડી છે અને આ બાળકીની ઉંમર પણ ફક્ત 7 વર્ષ છે, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

બાળકીનું નામ અનન્યા છે અને આ વીડિયો છોકરીની માતાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. બતાવવામાં આવ્યું છે કે અનન્યા વડોદરાથી મુંબઈની સોલો ફ્લાઈટ પૂરી કરીને તેની માતા પાસે ગઈ હતી. વાત એવી બની કે અનન્યા નામની આ છોકરીને વડોદરામાં તેના મામાના ઘરેથી મુંબઈ એકલી જવાનું થયું.

જોકે માતાએ આ માટે ફ્લાઈટ કંપની ઈન્ડિગોનો આભાર માન્યો હતો. પોસ્ટમાં આનો ઉલ્લેખ કરતા તેણે લખ્યું “તેની સરળ અને સહજ પ્રક્રિયા અને સારી વ્યવસ્થાના કારણે પુત્રી સુરક્ષિત રીતે મુસાફરી કરી શકી.” તેમણે તેને લગતી સમગ્ર પ્રક્રિયા વિશે પણ માહિતી આપી હતી. આ અંતર્ગત પરિવારે એક ફોર્મ ભરવાનું હોય છે, જેમાં સગીર બાળક અથવા બાળકી એકલી મુસાફરી કરી રહી હોવાનો ઉલ્લેખ હોય છે. જેમાં 2200 રૂપિયા ચૂકવવા પડશે.

 

View this post on Instagram

 

A post shared by Ishna Batra (@mammaslifestyle)

બાળક કોણ પ્રાપ્ત કરશે, તેમનું ઓળખ પત્ર પણ ફોર્મ સાથે જોડવાનું છે. આ સમગ્ર પ્રક્રિયામાં અનન્યાનું એરપોર્ટ ગેટ પર ગ્રાઉન્ડ સ્ટાફે સ્વાગત કર્યું અને તેને પોતાની સાથે પ્લેનમાં લઈ ગઈ. વડોદરા એરપોર્ટ પર પહોંચતા અનન્યાના પરિવારના સભ્યોએ તેને ઈન્ડિગોના ગ્રાઉન્ડ સ્ટાફને સોંપી દીધી હતી. ત્યાંથી ગ્રાઉન્ડ સ્ટાફે અનન્યાને એર હોસ્ટેસને સોંપી દીધી. આ પછી, બાળકીની માતાને જાણ કરવામાં આવી અને નિર્ધારિત સમય અને સ્થળે પહોંચવા માટે કહેવામાં આવ્યું. અનન્યાની માતા સમયસર પહોંચી ગઈ અને તેનું સ્વાગત કર્યું. આ સમગ્ર પ્રક્રિયાનો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel