રસોઈ

સેવ ઉસળ બનાવની આ પરફેક્ટ રીત વાંચો રેસિપી, એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ – મજા આવી જશે

આજના લોકોના ફેવરિટ સ્નેક માનું એક સેવ ઉસળ પણ છે. બાળકો થી માંડી ને વડીલોને પણ સેવ ઉસળ ખાવું ખુબ જ પસંદ હોય છે. જે એકદમ ટેસ્ટી અને યમ્મી છે. તમે સેવ ઉસળ સાંજે ડિનર માં કે પછી સાંજ ના સમયે સ્નેક રૂપે કે પછી સવારના બ્રેક ફાસ્ટમાં પણ લઇ શકો છો. આજે અમે તમને સેવ ઉસળ બનાવાની પરફેક્ટ રેસિપી જણાવીશું, જેને તમે ઘરે જ ખુબ જ સહેલી રીતે બનાવી શકશો.સેવ ઉસળ બનાવા માટે જોઈતી વસ્તુ:

1/2 કપ સુકેલા વટાણા, 1 ડુંગળી કાપેલી, 1 ટમેટું કાપેલું, 1 ટમેટું અને 1 ડુંગળી ક્રશ કરેલી, ગરમ મસાલો, સેવ કે નાની સાઈઝના ગાઠીયા, આદુ મરચાની પેસ્ટ.
સેવ ઉસળ બનાવા માટેની રીત:

સૌ પ્રથમ સુકેલા વટાણા ને રાતે પલાળી દો, સવારે તેને કૂકરમાં બાફી લો. કડાઈ માં તેલ ગરમ કરો અને રાઈ, જીરા હિંગ વગેરે જેવા મસાલા થી તડકો મારીને તેમાં ક્રશ કરેલા ડુંગળી ટામેટા નો વઘાર કરો, આદુ મરચા ની પેસ્ટ ઉમેરો. હવે હળદર, લાલ ચટણી નિમક વેગેરે મિલાવો અને વટાણા ને મિક્સ કરો અને પાણી ઉમેરીને ને બાફવા માટે મૂકી દો. ઉકળી ગયા પછી તમે તેમાં સ્વાદ માટે તમે તેમાં લીલી ચટણી કે લીંબુ નો રસ ઉમેરી શકો છો. હવે આ રાગડા ને ઉકળવા દો, અને તેને ઘાટું કરવા માટે બટાટા નું સ્ટાર્ચ કે પછી ચણાનો લોટ પણ ઉમેરી શકો છો.

રગડા ને બાઉલ માં કાઢો અને તેમાં કાપેલા ડુંગળી ટમેટા અને ધાણા મિક્સ કરો અને સેવ કે ગાઠીયા નાખો, અને ગરમાગરમ પાઉં સાથે સર્વ કરો.

Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ