રસોઈ

ચટાકેદાર સેવ ટમેટા નુ શાક બનાવવા ની મજેદાર સરળ રેસીપી નોંધી લો, આંગળા ચાંટાતા રહી જાશો….

સેવ ટમેટા નુ શાક એક ખાટી મીઠી લોકપ્રીય ગુજરાતી વાનગી છે. જે ટમેટા, સેવ, કાંદા અને અન્ય ભારતીય મસાલા સાથે બનાવા મા આવે છે. આ વીધી મા પહેલા ટમેટા અને કાંદા ને તેલ મા સાંતરવા મા આવે છે અને ત્યાર બાદ તેમા થોડુ પાણી અને મસાલા નાખી ને ચડવા દેવા મા આવે છે. અને છેલ્લે સેવ નાખવા મા આવે છે. આનો સ્વાદ હલ્કો ખાટો અને તીખો હોય છે. જેને તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો તીખો કરી શકો છો. આને પરોઠા કે ભાખરી સાથે પીરસી શકાય છે.સેવ ટમેટા નુ શાક સૌથી પહેલા ગુજરાત મા બનાવવા નુ તેમજ ખાવાનુ શરૂ થયુ. ત્યાર પછી રાજસ્થાન મધ્ય પ્રદેશ વગેરે જ્ગ્યાએ બનાવાનુ શરૂ થયુ. તમે આને ગુજરાત મા ખાશો તો અલગ સ્વાદ લાગશે અને તમે આને રાજસ્થાન, મધ્ય પ્રદેશ મા ખાસો તો થોડો તીખો વધારે હશે. તો આજે આ શાક બનાવો અને પરોઠા અને છાસ ની સાથે સાંજ ના ભોજન મા પીરસો.

 • સેવ ટમેટા નુ શાક બનાવા માટે પુર્વ તૈયારી નો સમય : ૫ મીનીટ
  સેવ ટમેટા નુ શાક ચડવા માટે નો સમય : ૧૦ થી ૧૫ મીનીટ
  કેટલા લોકો માટે : ૨ લોકો માટેસેવ ટમેટા નુ શાક બનાવા માટે સામગ્રી:
 • ૫ મધ્યમ આકાર ના – લાલ પાકેલા ટમેટા
 • ૧/૨ કપ – નાયલોન સેવ કે મોટી સેવ
 • ૧/૨ ચમચી – જીરા
 • ૧/૪ ચમચી – રાઈ (સરસો ના બીજ)
 • ૧ મધ્યમ – કાંદા (વૈકલ્પીક)
 • ૧ ચમચી – આદુ, લસણ ની પેસ્ટ
 • ૧ ચમચી – લીલા મરચા બારીક કાપેલા
 • ૨ ચમચી – ખાંડ
 • ૧/૨ ચમચી – મરચુ પાઉડર
 • ૧/૪ ચમચી – હળદર પાઉડર
 • ૧ ચમચી – ધાણાજીરુ
 • ૧/૪ ચમચી – ગરમ મસાલા પાઉડર (વૈકલ્પીક)
 • ૨ ચમચી – કોથમરી બારીક કાપેલી
 • ૨ ચમચી – તેલ
 • નમક (મીઠુ) – સ્વાદ અનુસાર

સેવ ટમેટા નુ શાક બનાવા ની વીધી:
૧) એક કડાઈ મા મધ્યમ આચ ઉપર તેલ ને ગરમ કરો. એમા રાઈ અને જીરા ને નાખો. જ્યારે રાઈ ના બીજ ફુટવા લાગે ત્યારે એમા કાંદા ને નાખો. ( કાંદા ને એકદમ જીણી સમારો જેનાથી સેવ મા કાંદા ભળી જાશે.) અને ધીમા ગેસે એને સોંતરો હલ્કા ભુરા રંગના કાંદા થાય ત્યા સુધી સોંતરો. આદુ લસણ ની પેસ્ટ નાખો ( તમે આદુ અને લસણ ને ટોચી ને ઘરે પણ પેસ્ટ બનાવી શકો છો. અથવા બજાર મા પણ આ પેસ્ટ મળે છે.) અને બારીક કાપેલા લીલા મરચા ને નાખો. અને ૧૫ થી ૨૦ સેંકંન્ડ સુધી સોતરો.૨) હવે તેમા કાપેલા ટમેટા ને નાખો અને એક મીનીટ સુધી સોંતરો. ટમેટા ને ખાસ મધ્યમ સુધારો એકદમ જીણા કે મોટા ન સુધારતા.

૩) ત્યાર બાદ તેમા સ્વાદ અનુસાર મીઠું, ખાંડ અને હળદર નો પાઉડર નાખો. આ બધા મીશ્રણ ને સારી રીતે મીક્સ કરી લ્યો. ૨ થી ૩ મીનીટ સુધી આ મીશ્રણ ને મધ્યમ તાપ ઉપર ચડવા દો.

૪) હવે આ મીશ્રણ તૈયાર થઈ જાય પછી તેમા અડધો કપ પાણી ને નાખો. અને સારી રીતે મીક્સ કરો. ત્યા સુધી ગેસ ને મધ્યમ તાપ ઉપર રાખો. જ્યા સુધી બધા ટમેટા મીક્સ ન થઈ જાય ત્યા સુધી (લગભગ ૪ થી ૫ મીનીટ) ધીમા ગેસે ચડવા દો. વચ્ચે વચ્ચે ચમચા થી હલાવતા રહો. જેથી શાક બેસી ન જાય.

૫) હવે આ ટમેટા બરાબર પાકી જાય ત્યારે તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ ને નાખો. હલાવી ને બરાબર મીક્સ કરી લ્યો. અને પછી સેવ ને નાખો. (જો સેવ જાડી ઉપયોગ કરતા હોવ તો થોડી વધારે વખત ચડવા દો અને જીણી સેવ હોય તો મધ્યમ પકાવો)૬) સારી રીતે મીક્સ કરી લ્યો. અને ૧ થી ૨ મીનીટ સુધી ચડવા દો. પછી ગેસ બંધ કરી લ્યો.

૭) સેવ ટમેટા ના શાક ને પીરસવા માટે એક શકોરા મા કાઢો. અને તેની ઉપર લીલી કોથમરી થી સજાવો. આને ચપાટી રોટી, થેપલા કે પરોઠા સાથે ગરમા ગરમ પરોશો.

સેવ ટમેટા નુ શાક મા સુજાવ અને વીવીધતા:
જો તમારે વધારે ગ્રેવી જોઈએ તો વધારે પાણી ને નાખો કારણ કે સેવ વધારે પાણી ને અવશોષીત કરી લેશે.
શાક ને વધારે કે ઓછુ મસાલે દાર બનાવવા માટે લાલ મરચા ના પાઉડર ને અને લીલા મરચા ને વધારે કે ઓછા પ્રમાણ મા તમારા સ્વાદ અનુસાર નાખો.

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks