રસોઈ

આજે નોંધી લો, કાઠયાવાડી ટેસ્ટનું એકદમ ફટાફટ બનતું સેવ ટામેટાના શાકની રેસીપી, બનાવવામાં તો સાવ સરળ છે….

ગુજરાતી ઘરોમાં સેવ ટામેટાનું શાક તો બનતું જ હશે. ઘરે ઘરે નાના હોય કેમોટા જ્યારે કાઠિયાવાડી શાક ખાવાની વાત આવે કે તરત જ સેવ ટામેટાનું શાક પહેલા મોઢા પર આવશે. તો ચાલો આજે અમે તમારા માટે કાઠિયાવાડી ટેસ્ટનું તીખું ને ચટપટા ટેસ્ટનું સેવ ટામેટાનું શાક એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ફોટા સાથે લઈને આવ્યા છીએ…અરે હા વિડીયો પણ સાથે છે જ…તો તમે આ ફટાફટ બનતા સ્વાદિષ્ટ સેવ ટામેટાના શાકની પરફેક્ટ રેસીપી નોંધી લેવાનું ભૂલતા નહી!!

સામગ્રી

  • તેલ 2 મોટી ચમચી
  • રાઈ 1/5 ચમચી
  • ડુંગળી 1 નાની
 • હિંગ ચપટી
 • હળદર 1/2 ચમચી
 • લાલ મરચું 1 ચમચી
 • ધાણા ઝીરું 1 ચમચી
 • લસણ ની ચટણી અથવા પેસ્ટ 1 ચમચી
 • ટામેટા 3 નંગ
 • મીઠુ સ્વાદ અનુસાર
 • ગરમ મસાલો 1 ચમચી
 • ખાંડ 1 ચમચી
 • પાણી જરૂર મુજબ
 • જાળી મોરી સેવ ( સેવઉસળ ની સેવ )
 • ધાણા ગાર્નીસિંગ માટે

રીત

સૌપ્રથમ એક કડાય માં તેલ એડ કરો તેલ ગરમ થાય એમાં રાઈ અને પછી લસણની પેસ્ટ નાખી સાંતળો,
પછી ઝિણી સમારેલી ડુંગળી એડ કરો એ સાતડે એટલે એમાં હળદર મરચું ધાણા ઝીરું એડ કરી મિક્સ કરી લો.અને પાંચ મિનિટ સુધી સાંતળો…ડુંગળી એકદમ બ્રાઉન અથવા આછી ગુલાબી થઈ જશે.
આમ કરવાથી ટેસ્ટ સારો આવશે પછી મીઠુ અને પછી ટામેટા એડ કરો અને મિક્સ કરી લો થોડી વાર ઢાંકી ને થવા દો
પછી એમાં થોડું પાણી ગરમ મસાલો અને ખાંડ એડ કરો અને મિક્સ કરી લો.
પાણી બળી જાય ત્યાં સુધી થવા દો પછી એમાં ધાણા એડ કરો અને જાડી સેવ એડ કરો અને મિક્સ કરી લો.

તો તૈયાર છે કાઠ્યાવાડી સેવ ટામેટા નુ શાક જરૂર થી બનાવજો શિયાળા ની સીઝન માં રોટલા ની સાથે ખાવાની ખુબજ મજા આવશે આ મજા માણો.

Note : ગળ્યું ભાવતું હોઈ તો જ ખાંડ એડ કરજો કેમ કે એના થી સ્વાદ સારો આવશે

રેસીપીનો વિડીયો જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો :

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ