ખાટી, મીઠી ને ચટપટા ટેસ્ટની સેવ પૂરી બનાવો સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી જોઈને..

0

ઘરે મહેમાન આવ્યા હોય કે પછી કોઈ પિકનિક નો પ્લાન એમાં નાના મોટા સૌને ભાવે એવી ને સ્વાદિષ્ટ સેવ પૂરી બનાવો તો હોય જ. કેમકે સેવ પૂરી બનાવવામાં પણ એકદમ સરળ છે ને ખાવામાં મજેદાર, ખાટી, મીઠી ને ચટપટા ટેસ્ટની સેવ પૂરી એ ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ છે..જેના સૌ કોઈ દિવાના છે…તો નોંધી લો આજે જ રેસીપી ને બાનવજો જરૂર.

સામગ્રી

  • ફ્લેટ પુરી 7 નંગ
  • ઝીણી સેવ 1 બૉવલ
  • ડુંગળી 3 ચમચી
  • ટામેટા 3 ચમચી
  • લીલી ચટણી 3 ચમચી
  • મીઠી ચટણી 3 ચમચી
  • લાલ ચટણી 3 ચમચી
  • ધાણા ગાર્નીશીનગ માટે
  • ચાટ મસાલો 2 ચમચી
  • બટાકો બફેલો 1 નંગ

રીત

સૌપ્રથમ એક પ્લેટ લઇ લો એમાં બધી જ પૂરી ને ગોઠવી દો.

પછી તેના ઉપર બાફેલા ને સમારેલા બટાકા ગોઠવી દો.

પછી એના ઉપર ડુંગળી અને ટામેટાં ને ગોઠવી દો.
હવે એ ટામેટાં ને ડુંગળીના લેયર ઉપર લીલી ચટણી ચમચી વડે તમારા મુજબ એડ કરો.
પછી એક એક ચમચી નું લેયર મીઠી ચટણી નું કરો.

હવે સમારેલી કોથમીર વડે ગાર્નિસ કરો.
ને ત્યારબાદ નાયલૉન સેવ ડુંગળી અને ટામેટાંતહ ગાર્નિસ કરો.

તૈયાર છે તમારી ટેસ્ટી ટેસ્ટી સેવ તો ખાવ ને મોજ કરો.

Note : તમારે ચીઝ એડ કરવું હોઈ તો કરી શકો એના થી ટેસ્ટ પણ ખુબજ સારો આવશે આ રેસીપી જરૂર થી બનાવજો અને કેવી લાગી અમને જણાવજો

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team (Gujarati Kitchen)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here