દુઃખદ: 20 વર્ષની અભિનેત્રી મેક-અપ રૂમમાં સીલિંગ ફેનથી લટકીને આત્મહત્યા કરી દીધી- જુઓ તસવીરો

હાલમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. માત્ર ૨૦ વર્ષની ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ તેણીના સિરિયલના સેટ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ આત્મહત્યા વિશે ખબર પડતા જ અભિનેત્રીને ફટાફટ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પણ અફસોસ કે ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ ક્યૂટ અભિનેત્રીએ મેક-અપ રૂમમાં આત્મહત્યા છે અને SAB ટીવીની ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં રાજકુમારી મરિયમની ભૂમિકા ભજવનાર તુનીષા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે છેલ્લા કેટલાક દિવસોથી સેટ પર થોડી ઉદાસ દેખાતી હતી.

20 વર્ષની આ અભિનેત્રી ફેમસ ટીવી શો ‘ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, શેર-એ-પંજાબ: મહારાજા રણજીત સિંહ, ઈશ્ક સુભાનલ્લાહ, ઈન્ટરનેટ વાલા લવ અને અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ જેવી ટીવી શોમાં દેખાઈ હતી.

તમને જણાવી દઈએ કે આ ટીવી એક્ટ્રેસ તુનિષાએ 5 કલાક પહેલાં જ તેના સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો અને તેમાં કેપ્શન લખ્યું હતું કે, ‘જે પોતાના ઝુનૂનથી પ્રેરિત હોય છે, તેઓ થોભતા નથી’. અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં રાજકુમારીનો રોલ કરનાર ફેમસ 20 વર્ષની અભિનેત્રી તુનીષા શર્માની આત્મહત્યા અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ લખ્યું છે કે, એક્ટ્રેસે મેક-અપ રૂમમાં સીલિંગ ફેનથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અભિનેત્રી એક્ટર શિવિન નારંગ સાથે એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહી હતી. જો કે આવું પગલું કેમ ભર્યું હશે તેના વિશે કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

ઉલ્લેખનીય છે કે, તુનિષા શર્મા પણ કેટરિના કૈફ-વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓની ફિલ્મોમાં જોવા મળી હતી. આટલી નાની ઉંમરમાં તેમનું આ દુનિયામાંથી વિદાય આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રી માટે આઘાત સમાન છે.

અલીબાબા શોની ક્યૂટ અભિનેત્રી તુનિષા શર્માએ ગઈકાલે સાંજે ટીવી શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. અભિનેત્રી ટી બ્રેક દરમિયાન તુનિષા ટોયલેટમાં ગઇ અને ત્યાંથી મોડે સુધી નિકળી નહી, ફસાઈ જયારે ડાઉટ ગયો તો દરવાજો તોડવામાં આવ્યો અને ત્યાં જોવા મળ્યું કે તુનિષાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરિક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તુનિષા શર્માની સુસાઇડ કરવાની જાણકારી મળી છે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. તપાસના આધારે પોલીસે અભિનેત્રીના કો-સ્ટારની ધરપકડ કરી લીધી છે. આજે તેને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવશે.

ANI મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વાલિવ પોલીસે 20 વર્ષની અભિનેત્રી તુનિષા શર્માના કો-સ્ટાર શીઝાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધીને ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધ્યો છે. અભિનેતાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

YC