નોકર સાથે થયો પ્રેમ, પ્રેમની વચ્ચે આવતા પતિને ઊંઘમાં જ પતાવી દીધો પછી ખુલ્યો મોટો કાંડ

રાજસ્થાનના બારામાં આખાખેડી ગામમાં પત્નીએ તેના પ્રેમી અને સહયોગી સાથે મળીને પતિની તલવાર અને કુહાડી મારીને હત્યા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના પછી આરોપી પત્ની તેના રૂમમાં જઈને સુઈ ગઈ હતી.

શુક્રવારે થયેલી આ ઘટનાનો પોલીસે ત્રણ કલાકમાં જ ખુલાસો કરી દીધો હતો. ઘટનામાં મૃતકની પત્ની, તેના પ્રેમી અને સહયોગીની ધરપકડ કરી લેવામાં આવી છે. શનિવારે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓએ હત્યામાં ઉપયોગમાં લીધેલો સામાન પણ પોલીસ રિકવર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

Image Source

ગુરુવારની મધ્યરાત્રિએ જિતેન્દ્ર બેેરવા અને હંસરાજ ભીલ હથિયાર લઇને મૃતક પ્રેમનારાયણના મકાન પાછળ આવ્યા હતા. મૃતકની પત્નીએ પહેલા માળે બનેલા રૂમની પાછળની બારીમાંથી એક દોરડુ લટકાવી તે બંનેને મકાનમાં દાખલ કરાવ્યા. ત્રણેયએ મકાનના આંગણામાં સૂતેલા પ્રેમનારાયણના ચહેરા અને ગળા પર તલવાર અને કુહાડીથી વાર કરી હત્યા કરી દીધી હતી. તે બાદ તે બંને ફરાર થઇ ગયા અને પત્ની ઘર પર જ રહી કારણ કે કોઇને શક ના થાય.

રાતે 1 વાગે પ્રેમનારાયણની હત્યા કર્યા પછી રુકમણી પોતાના રૂમમાં જઈને ઉંઘી ગઈ હતી. આ દરમિયાન મુખ્ય દરવાજો અંદરથી બંધ કરવામાં આવ્યો નહતો. સવારે તેનો ભત્રીજો રોજની જેમ સવારે દુધ લઈને આવ્યો તો તેણે સામે પ્રેમનારાયણની લોહીલુહાણ લાશ જોઈ હતી. તેણે ચીસો પાડતા રુકમણી પણ ત્યાં પહોંચી ગઈ હતી.

Image Source

રીપોર્ટ અનુસાર, મૃતકની બે દીકરીઓ અને એક દીકરો છે. મૃતકની મોટી દીકરીના લગ્ન અંદાજે એક વર્ષ પહેલાં થયા હતા. આ પહેલાં મોટી દીકરીએ તેના પિતાના નામે એક ચિઠ્ઠી લખી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, તે મમ્મીને બદનામ કરવા નથી માંગતી. આ નોકરને અહીં ના રાખવો જોઈએ. આ ચિઠ્ઠી તેના બીજા બાળકને મળી ગઈ હતી અને તેણે આ ચિઠ્ઠી છુપાવી લીધી હતી. મૃતકના બાળકોએ શુક્રવારે આ ચિઠ્ઠી પોલીસને આપી દીધી હતી. આમ, પોલીસને ચિઠ્ઠીના આધારે સમગ્ર ઘટના સમજાઈ ગઈ અને તેમણે 3 કલાકમાં જ બધા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

Shah Jina