ખબર

સિરિયલ કિલર શિવ એવી વસ્તુમાં ઝહર ભેળવીને આપતો કે લોકો પોતાની જાતને રોકી જ ના શકે અને પછી

સિરિયલ કિલર એટલે જે કાંઈ પણ બહાના કાઢ્યા વિના બસ એક જ સિરીઝમાં લોકોનું મૃત્યુ કરતો જાય. આમ તો આખી દુનિયામાં ઘણા સિરિયલ કિલર છે અને ઘણાએ તો મર્ડર કરવામાં સેંચુરી પણ બનાવી નાખીએ છે. અને ઘણા તો એક જ ઉંમરમાં ચાર-ચાર ઉમરકેદ ભોગવી ચુક્યા છે.

આપણા ભારતમાં ઘણા ઓછા સિરિયલ કિલર જોવા મળે છે પણ થોડા છે તેમાંથી એક વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. કેરળનો સાયનાઇડ કેસ તો મશહૂર જ છે. હાલ એના જેવો જ એક કેસ આંધ્રપ્રદેશમાંથી સામે આવ્યો હતો. વેસ્ટ ગોદાવરી જિલ્લાના પોલીસે એક સિરિયલ કિલરને પકડ્યો હતો.

image source

પોલીસના જણાવ્યા મુજબ વેલ્લાનકી સિમહાદ્રી ઉર્ફ શિવાએ 20 મહિનામાં સાયનાઈડનો ઉપયોગ કરીને 10 લોકોની હત્યા કરી ચુક્યો હતો અને હજુ બીજા 20 લોકોનું મર્ડર કરવાનો પ્લાન હતો.

શિવા એક એપાર્ટમેન્ટમાં ગાર્ડ હતો. એ લોકોને ફસાવવા ડબલ પૈસા કરી આપશે એવી સ્કીમ આપતો હતો. લોકોની કમજોરીઓ જાણીને તેમને જાદુએ સિક્કા વહેંચતો અને સાથે જ ધાર્મિક કામ કરાવ્યા બાદ તેમને ઝેર ઉમેરી અને તેનો પ્રસાદ આપતો હતો.

image source

સૌથી પહેલા 15 ફેબ્રુઆરી 2018ના દિવસે તેને પહેલી હત્યા કરી હતી. ત્યારબાદ 2જી માર્ચ ના દિવસે બીજી હત્યા કરી હતી. આવતા વિસ દિવસોમાં તેને વિજય નામના વ્યક્તિ પાસે 1.7 લાખ રૂપિયા ડબલ કરાવના નામ પર લુંટ્યા હતા અને ત્યારબાદ ઝેર વાળો પ્રસાદ આપીને તેની પણ હત્યા કરી નાખી હતી.

શિવાને ઉધાર આપવા વાળા બાલા વેન્કેટશ્વર રાવે જયારે તેના બે લાખ રૂપિયા પાછા માંગ્યા તો તેની પણ સાયનાઈડ આપીને હત્યા કરી નાખી હતી. હાલ જ ઓગસ્ટ 2019માં જયારે શિવાએ તેની મકાનમાલકિનને ડબલ પૈસાની લાલચ આપીને તેની પાસે બધા ઘરેણાં લઇ લીધા હતા અમે ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી.

image source

પોલીસે જણાવ્યું હતું કે શિવાને વિજયવાડામાં રહેવા વાળા શેખ અમીનુલ્લાહ નામના વ્યક્તિ પાસે થી આ ખતરનાખ ઝેર મળ્યું હતું. અમીનુલ્લાહ પર ઘણા કેસ ચાલી રહ્યા છે, શિવાએ તેની સાથે મિત્રતા કરી અને સાયનાઈડ મેળવ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.