ચંદ્રગ્રહણ: આ રાશિના જાતકો થઇ જાવ સાવધાન; થશે ભયકંર માથી અસરો; જાણો વિગત

વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. આ એક આંશિક ચંદ્રગ્રહણ હશે, જેની અસર વિશ્વભરમાં જોવા મળશે. 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચ, 2024ના રોજ હોળીના દિવસે લાગ્યું હતું. આ ચંદ્રગ્રહણ કુલ 4 કલાક અને 4 મિનિટ સુધી રહેશે. ચંદ્રગ્રહણ પર સૂતક ગ્રહણથી ઠીક 9 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણ સમાપ્ત થતાં જ પૂરું થાય છે.


જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ ચંદ્રગ્રહણની કેટલીક રાશિઓના લોકો પર નકારાત્મક અસર પડી શકે છે. આવા સંજોગોમાં આ રાશિના લોકોએ સાવચેત રહેવું જોઈએ. આવો જાણીએ આ વર્ષના બીજા ચંદ્રગ્રહણનો સમય, સૂતક કાળ અને કઈ રાશિઓએ સાવધાન રહેવું પડશે.
સપ્ટેમ્બર 2024માં ચંદ્રગ્રહણ ક્યારે લાગશે?
ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024ના રોજ લાગવાનું છે. તેની શરૂઆત સવારે 6 વાગીને 12 મિનિટે થશે અને સમાપ્તિ 10 વાગીને 17 મિનિટે થશે. ગ્રહણ સમયે ભારતમાં દિવસ હશે. આથી આ ચંદ્રગ્રહણ માન્ય ગણાશે નહીં.
સપ્ટેમ્બરમાં લાગનારા ચંદ્રગ્રહણનું સૂતક લાગશે નહીં કારણ કે આ ચંદ્રગ્રહણ દિવસના સમયે લાગી રહ્યું છે.

મેષ રાશિ
મેષ રાશિના લોકોને તેમના કોઈ નજીકના સાથેના સંબંધોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. આ એક રોમેન્ટિક પાર્ટનર, એક સારો મિત્ર, એક બિઝનેસ પાર્ટનર અથવા એક દુશ્મન પણ હોઈ શકે છે. તમારી પરિસ્થિતિના આધારે, આંશિક ચંદ્રગ્રહણ તમને તમારા સંબંધને વધુ ઊંડો બનાવવા અથવા તેને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે પ્રેરિત કરી શકે છે.


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોના કારકિર્દીમાં ફેરફાર થવાની સંભાવના છે. આ ચંદ્રગ્રહણથી તેમનું કારકિર્દી ક્ષેત્ર સક્રિય થશે. તેઓ તેમની વર્તમાન નોકરી છોડવાનો નિર્ણય લઈ શકે છે. જો કે આ ફેરફારોની અસર તેમના વ્યક્તિગત જીવન પર પણ પડી શકે છે, તેથી વિચારીને નિર્ણય લેવો જોઈએ.

વૃષભ રાશિ :
મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના છે. જો કે, બાકી રહેલા પૈસાની વસૂલાત થઈ શકે છે.

મિથુન રાશિ:
મન વિચલિત રહેશે. જીવનસાથી સાથે ઝઘડો પણ થઈ શકે છે. બોલવા પર નિયંત્રણ રાખો.

સિંહ રાશિ:
ગ્રહણની અસરને કારણે વધુ ગુસ્સે થઈ શકો છો. શાંત રહેવાનો પ્રયાસ કરો.

તુલા રાશિ:
ગ્રહણની અસરને કારણે વિદેશ યાત્રાની સંભાવના છે, પરંતુ જે લોકો બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Swt