દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

વૃદ્ધાશ્રમની એક પહેલથી બાળકોને મળ્યો દાદા-દાદીનો તો વૃદ્ધોને મળ્યો પૌત્ર-પૌત્રીનો પ્રેમ, એક સલામ કરી આ કાર્યને બિરદાવીએ

આપણે જોતા આવીએ છીએ કે, જેમ-જેમ લોકો શિક્ષિત થતા જાય છે એમ-એમ વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો થતો જાય છે. સૌથી દુઃખદ ઘટના તો એ છે કે, બધામાં તો આપણે વેઇટિંગ અથવા હાઉસફુલ સાંભળ્યું છે પરંતુ વૃદ્ધાશ્રમમાં પણ હવે આ વસ્તુ જોવા મળે છે. જે બાળકને માતા-પિતાએ પેટે પાટા બાંધીને મોટા કર્યા છે તેજ બાળક મોટી ઉંમરે તેને વૃદ્ધાશ્રમ દેખાડે છે. આનાથી વધુ તો એક પણ દુઃખદ ઘટનાના હોય.

Image Source

આપણે જોતા આવીએ છીએ કે, વૃદ્ધાશ્રમમાં રહેનારો વૃદ્ધોને મનોરંજન માટે ડાન્સ અથવા મ્યુઝિક પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. પ્રતનું હાલમાં જ ગુજરાતમાં એક વૃદ્ધાશ્રમએ નવી પહેલ કરી સમાજને અનોખો સંદેશો આપ્યો છે.

આપણે ઘણીવાર ક્યાંક ને ક્યાંક વાંચ્યો હોય અથવા તો સાંભળ્યું હોય છે કે, વૃદ્ધાશ્રમ અને અનાથાલયને ભેગા કરી દેવા જોઈએ. પરંતુ હવે આ સત્ય થઇ ચૂક્યું છે. એક વૃદ્ધાશ્રમના લોકોએ ભેગા મળીને અનાથ બાળકને દત્તક લીધા છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમદાવાદના ‘જીવન સંધ્યા’નામના વૃદ્ધાશ્રમના લોકોએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 27 ફેબ્રુઆરીએ થયેલા આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના લોકોએ ‘શિશુગૃહ’નામના અનાથાલયના બાળકોને દત્તક લીધા હતા.

બાળકોના દત્તક લેવાના આ કાર્યક્રમમાં જયારે વૃદ્ધોને ગળે લગાડયા હતા ત્યારે લાગણીસભર દ્રશ્ય સર્જાયું હતું. વૃદ્ધો અને બાળકોને જોઈને ત્યાં હાજર રહેલા બધા જ લોકોની આંખમાં પાણી આવી ગયા હતા.

Image Source

જીવન સંધ્યાના એક અધિકારી એ જણાવ્યું હતું કે, આ બધા જ વૃદ્ધોને અઠવાડીયામાં એક દિવસ સમય વિતાવવા મળશે. અધિકારીએ કહ્યું હતું કે, ઉમ્મીદ છે કે, બાળકો અને વૃદ્ધો તે સમય દરમિયાન એક બીજાના પ્રેમનો અહેસાસ કરશે. જે આ લોકો ઈચ્છી રહ્યા હતા. આ લોકો તેના જીવનમાં આગળ વધવા અને નવા ઉદેશ્ય માટે મદદ કરશે.

વૃદ્ધાશ્રમના અધ્યક્ષ સી.કે પટેલે કહ્યું હતું કે, આ એક સારી પહેલ છે, જેનાતી અનાથ બાળકોને દાદા-દાદી વૃદ્ધોને પૌત્ર-પૌત્રીનો પ્રેમ મળશે. બંને પાસે એક બીજા માટે ઘણો પ્રેમ છે. ઉમ્મીદ છે કે બંનેની ભાવનાત્મક રૂપથી લાભ થશે.

Image Source

આ સંસ્થાના એક સભ્યએ કહ્યું હતું કે, આનાથી સારું અને શું કરી શકાય કે, એક બાળકને તેના માતા-પિતા મળી જાય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.