IAS અધિકારીની દીકરીએ બહુમાળી બિલ્ડિંગથી કૂદી લગાવી મોતની છલાંગ- જાણો કારણ

માતા-પિતા બંને IAS અધિકારી, 27 વર્ષની દીકરીએ બિલ્ડિંગથી કૂદી આપી દીધો જીવ- સુસાઇડ નોટમાં શું લખ્યુ, જાણો

મહારાષ્ટ્રમાં એક IAS ઓફિસરની દીકરીએ બહુમાળી બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક મુંબઈના સુરુચી એપાર્ટમેન્ટમાં રહેતી હતી, અને હરિયાણાના સોનીપતની એક કોલેજમાંથી એલએલબીનો અભ્યાસ કરતી હતી.

IAS કપલ વિકાસ અને રાધિકા રસ્તોગીની 27 વર્ષિય પુત્રી લિપી રસ્તોગીએ કથિત રીતે સુરુચી એપાર્ટમેન્ટના 10માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના 4 વાગ્યે બની હોવાનું કહેવાય છે. આત્મહત્યા પહેલા યુવતીએ એક સુસાઈડ નોટ પણ લખી હતી, જે ઘટનાસ્થળેથી મળી આવી છે. ઘટના બાદ લિપિને જીટી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. મૃતક કાયદાની વિદ્યાર્થીની હતી.

હજુ સુધી આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ પ્રાથમિક કારણ અભ્યાસનો દબાણ હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લિપી રસ્તોગીના પિતા વિકાસ રસ્તોગી મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરીના પદ પર છે, જ્યારે માતા રાધિકા રસ્તોગી રાજ્ય સરકારમાં સિનિયર આઈએએસ અધિકારી પદ પર કાર્યરત છે.

Shah Jina