ખબર

માં-બાપને ઘરમાં એકલા મૂકીને નોકરીએ જતા દીકરા-વહુ માટે લાલબત્તી સમાન કિસ્સો, જૂનાગઢમાં ઘરમાં ઘૂસીને થઇ ગયો કાંડ

ગુરજતમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ અને હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં એ પણ જોવા મળે છે કે લૂંટના ઇરાદે ઘરમાં ઘેસેલા લૂંટારુઓ ઘરમાં રહેલા વૃદ્ધ લોકોની હત્યા પણ કરી નાખતા હોય છે. આવો જ એક મામલો હાલ જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ દંપતીની હત્યા કરી નાખવામાં આવી.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના  વંથલી તાલુકાના સેંદરડા ગામે વાડી વિસ્તારમાં રહેતા રાજાભાઈ જીલડીયા અને તેના પત્ની જીલુબેન જીલડીયાની ઘોર નિંદ્રામાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે ઘરમાં ઘુસી અને તેમની હત્યા કરી નાખી હતી. આ વૃદ્ધ દંપતી ખેતરમાં આવેલા ઘરમાં સુઈ રહ્યા હતા ત્યારે જ અજાણ્યા શખ્શોએ તેમનું ગળું દબાવી અને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેમની હત્યા કરી નાખી.

વૃદ્ધ દંપતીની હત્યા કાર્ય બાદ લૂંટારુઓએ ઘરમાંથી 3 લાખની રોકડ રકમ અને સોનાના દાગીના સહીત 7 લાખની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડોગ સ્ક્વોડ તેમજ FSLની મદદથી આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વંથલી પોલીસે આ મામલામાં અજાણયા શખ્શો વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

મૃતક દંપતીની દીકરી કુંવરબેન જૂનાગઢમાં પોલીસ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને તેમનો દીકરો બાજુના ગામે ખેતીકામ માટે ગયો હતો. આ ઘટનાની જાણ ત્યારે થઇ જયારે સવારે દૂધવાળો દૂધ આપવા માટે આવ્યો ત્યારે આ દંપતીને લોહીલુહાણ હાલતમાં જોયા. તેમને તાત્કાલિક તેમાં દીકરા અને દીકરીને જાણ કરી અને તેઓ તાબડતોબ દોડી આવતા માતા પિતાને મૃત હાલતમાં જોયા અને ઘરમાંથી દાગીના તેમજ રોકડ રકમ પણ ગાયબ થયેલી જોઈ.