રસોઈ

સેમોલિના ક્રિસ્પી પકોડા – મોં મા પાણી લાવી દે એવા, એકદમ અલગ અને સાથે સાથે યુનિક પણ

હેલો ફ્રેન્ડ્સ,

વરસાદ ની સિઝન બરોબર જામી છે હમણાં 💦 તમારા ઘર મા બધાં ને પકોડા ખાવાની ખૂબ ઇચ્છા થતી હશે.!! અને તમે અલગ અલગ પકોડા બનાવીને ખાધા પણ હશે જેમ કે બ્રેડ પકોડા, પનીર પકોડા, ચીઝ પકોડા, ચિલી પકોડા…

પણ આજે હું જે પકોડા લાવી છું તમારા માટે.. એ છે મોં મા પાણી લાવી દે એવા, એકદમ અલગ અને સાથે સાથે યુનિક પણ..!! તો ચાલો આજે ટ્રાય કરીએ સેમોલિના ક્રિસ્પી પકોડા 😍

બનાવવાં માટે ની સામગ્રી :-

  • સોજી – 200 ગ્રામ
  • મોળુ દહીં – 200 ગ્રામ
  • પાણી – જરૂર મુજબ
  • ઝીણાં સમારેલા લીલા કેપ્સીકમ – 100 ગ્રામ
  • ઝીણું સમારેલું ફ્લાવર – 100 ગ્રામ
  • સમારેલી લીલી કોથમીર – 2 ચમચી
  • સમારેલું આદું – 1 ચમચી
  • ઝીણાં સમારેલા લીલા મરચાં – 2 ચમચી
  • મીઠું – 1 ચમચી
  • બેંકિંગ સોડા – 1/4 ચમચી

તેલ તળવા માટે, બનાવવાં માટે ની વિધિ :-

૧.સૌ પ્રથમ એક કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકી દો.

2. પછી એક બાઉલ લો અને તેમાં 200 ગ્રામ સોજી અને 200 ગ્રામ મોળું દહીં નાખો અને પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ને એક ખીરું તૈયાર કરો.3.પછી તેમાં ઝીણાં સમારેલા કેપ્સીકમ, ઝીણું સમારેલું ફ્લાવર, સમારેલી કોથમીર, ઝીણાં સમારેલા લીલા મરચાં, ઝીણું સમારેલું આદુ અને 1 ચમચી મીઠું નાખી બધું મિક્સ કરો.

4.પાંચ મિનિટ સુધી આ મિશ્રણ ને આરામ આપો.

5.પાંચ મિનિટ થયા બાદ આ મિશ્રણ માં 1/4 ચમચી બેંકિંગ સોડા નાખો અને ફરી એક વાર આ મિશ્રણ ને હલાવી ને મિક્સ કરી લો.

6.પછી આપણે જેમ પકોડા તળીએ તેમ આ મિશ્રણ ના પકોડા બનાવીને ગરમ તેલ માં તળો.

7.પકોડા ગોલ્ડન બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળો. પછી પકોડા ને ટિશ્યૂ પેપર મૂકીને વધારા નું તેલ શોષાવા દો.

8. આ ગરમા ગરમ સેમોલિના ક્રિસ્પી પકોડા ને ટોમેટો કેચ અપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે ગરમા ગરમ સેમોલિના ક્રિસ્પી પકોડા. 😋😍

તો મિત્રો, રાહ શેની જુઓ છો..!!
આ વરસાદી માહોલ માં ઘર ની ગેલેરી મા બેસી ને કુદરતી સૌંદર્ય ને નિહાળતા નિહાળતા ગરમા ગરમ સેમોલિના ક્રિસ્પી પકોડા ની મજા માણો. 😋😍

અને પછી મને કહેજો જરૂર કે આ પકોડા તમને કેવા લાગ્યા!!!

લેખિકા :- કીર્તિ જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ