ખબર

અમદાવાદમાં આઇશા બાદ સેલવાસમાં નર્સિંગની વિદ્યાર્થિનીએ ટૂંકાવ્યુ હતું જીવન, છેલ્લા ઘડીએ કર્યો પિતાને ફોન

નર્સિંગની વિદ્યાર્થિનીએ ટૂંકાવ્યુ જીવન, છેલ્લા સમયે કર્યો હતો પિતાને ફોન પછી

અમદાવાદમાં હાલમાં જ પતિના ત્રાસથી હસતા હસતા મોતને વહાલુ કરનાર પરિણિતાની ચકચારી ઘટના બની છે તેમજ સુરતમાં પણ એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હવે ફરીથી આપઘાતની ઘટના સામે આવી છે. આ ઘટના સેલવાસની છે.

ગુરુવારે બપોરે સેલવાસ પેરામેડિકલ કોલેજમાં નર્સનો અભ્યાસ કરતી યુવતીએ પિતાને ફોન કર્યો હતો. જો કે, પિતાએ કારણ પૂછતાં બસ આમ જ કહીને ફોન કટ કરીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીએ આપઘાત પૂર્વે લખેલી એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી છે.

CISF Jawan Commits Suicide At National Museum In Delhi
પ્રતિકાત્મક તસવીર

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે કવિતાએ સુસાઈડ પહેલાં બપોરે પોતાના પિતાને ફોન કર્યો હતો. પિતાએ કેમ અત્યારે ફોન કર્યો તેમ પુછ્યું હતું. જેના જવાબમાં કવિતા ‘કાંઈ જ નહીં’ એટલું જ બોલી શકી હતી અને ફોન કાપી દીધો હતો. એક કલાક બાદ પિતાને કવિતાના આપઘાતના સમાચાર મળ્યા હતા.

કવિતા રમેશભાઇ યાદવ પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી હતી. કવિતાના પિતા અને કાકા નોકરીએ ગયા હતા. જ્યારે તેમની માતા વતન ઉત્તરપ્રદેશમાં કેટલાક દિવસથી ગઇ હતી. બપોરના સુમારે કવિતા પોતાના ઘરમાં એકલી જ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કવિતાએ આપઘાત પૂર્વે તેમના જ મેડિકલ રીપોર્ટના કાગળ ઉપર માત્ર સોરી… પાપા એટલું લખીને જીવન ટૂંકાવી દીધું હતું.