ખબર

ગુજરાતમાં અહીંયા ફરવા જવાનો પ્લાન કરો છે? તો સેલ્ફી લેતા નહિ નહિ તો દંડ ભરવો પડશે અને જેલ પણ થઇ શકે છે

દરેક ગુજરાતી જલ્દી વાંચે…અહીંયા સેલ્ફી લેશો તો ગયા સમજો, દંડની સાથે….જાણો વિગત

કોરોનાની બીજી લહેરના કારણે સમગ્ર રાજ્યની અંદર આંશિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે મોટાભાગના લોકો પોતાના ઘરમાં જ હતા. પરંતુ હાલ કોરોનાના કેસોમાં ઘટાડો થવાની સાથે જ લોકડાઉનમાં છૂટછાટ આપી દેવામાં આવી છે, ત્યારે હવે પ્રવાસન સ્થળો પણ ઉભરાઈ રહ્યા છે.

થોડા સમય પહેલા જ્યાં હોસ્પિટલોમાં જગ્યા ખાલી નહોતી મળતી ત્યાં હવે પ્રવાસન સ્થળો ઉપર હોટલોમાં જગ્યા નથી મળી રહી. ઘણા ગુજરાતીઓ ગુજરાત અને ગુજરાત બહારના સ્થળો ઉપર ફરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન પ્રવાસન સ્થળો ઉપર કેટલાક નિયમો પણ લાદવામાં આવ્યા છે.

હાલ ચોમાસાનો સમય છે ત્યારે ઘણા લોકો કુદરતી સૌંદર્ય અને પર્વતો તરફ જવાનું પ્લાનિંગ બનાવતા હોય છે. ગુજરાતની અંદર ડાંગનો વિસ્તાર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યાંનું કુદરતી અને રમણીય સૌંદર્ય પર્યટકોને તેની તરફ ખેંચે છે. ત્યાં પર્વતો અને ઝરણાંઓનું પણ આકર્ષ છે. વળી આ ચોમાસાના સમયમાં ઘણા પ્રવાસીઓ ત્યાં ફરવા માટે જાય છે, જો તમે પણ ડાંગમાં ફરવા માટે જવાનું વિચારો છો તો ત્યાં બદલાયેલા આ નિયમ વિશે તમારે જાણવું ખુબ જ જરૂરી છે.

ડાંગમાં આ વર્ષે સંભવિત અકસ્માતની ઘટનાઓને નિવારવા માટે તળાવ, નદી અને નાના મોટા ધોધ પાસે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો છે. આજે લોકોમાં સેલ્ફીનો ખુબ જ મોહ છે ત્યારે ડાંગ જિલ્લામાં ગીરા ધોધ, ગિરિમથક સાપુતારા સહિતના અનેક હરવા ફરવાના સ્થળો એવા છે કે જ્યાં ફરવા માટે આવતા લોકો સેલ્ફી લેવાનું ભૂલતા નથી હોતા.

પરંતુ ચોમાસા દરમિયાન કેટલાક લોકો જોખમી રીતે સેલ્ફી લેતા હોય છે અને તેના કારણે જ અકસ્માત સર્જાતા હોય છે. જેથી અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી જિલ્લાના તમામ તળાવ, નદીઓ અને નાના મોટા ધોધ ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. જેમાં આ હુકમનું ઉલ્લંઘન કરનારા કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.