ઘણા લોકો ફરવા જતા હોય છે પરંતુ ફક્ત ને ફક્ત ફોટો ક્લિક કરવા માટે. ઘણી એવી જગ્યાઓ હોય છે જ્યાં તમે સારા-સારા ફોટો ક્લિક કરી શકો. આજકાલના જમાનામાં સેલ્ફી તો લોકોની જિંદગીનો હિસ્સો બની ગઈ છે. તમે લાખો રૂપિયા ખર્ચીને ક્યાંય ફરવા ગયા હોય અને તમને સેલ્ફી ખેંચવા ના મળે તો કેવું લાગે ? જો તમે અહીં સેલ્ફી લીઘી તો તમને મોતની સજા મળી શકે છે.

આટલી નાની વાતમાં મોતની સજાનો નિયમ ભલે તમને અજીબ લાગે. પરંતુ થાઈલેન્ડના ફુકેત આઇલેન્ડમાં સેલ્ફી લેવી એ એક કાનૂની અપરાધ માનવામાં આવે છે.આ જગ્યા એ મોટાભાગના ગુજરાતીઓ ફરવા જાય છે, અહીં સુરક્ષાના કારણોને લઈને આ નિયમ કરવામાં આવ્યો છે. ફુકેત આઇલેન્ડની પાસે જ એરપોર્ટ છે. અહીંથી ફ્લાઇટ ઉડાન ભરે છે. સુરક્ષા અધિકારી નથી ઇચ્છતા કે ફ્લાઇટના સંચાલનમાં કોઈ પરેશાની આવે. તેથી પ્રવાસીઓને સેલ્ફી લેવાને લઈને ચેતવણી આપવામાં આવી છે.

એરપોર્ટ સંચાલનનું માનવું છે કે, ફુકેત આઇલેન્ડ પાસેથી વિમાન ઘણી નીચેથી ઉડાન ભરે છે. પાયલોટને જમીન પર રહેલી દરેક વસ્તુ બહુ સારી રીતે નજરે આવે છે. તે સમયે પ્રવાસીઓને સેલ્ફી લેવાથી તેનું ધ્યાન ભટકી શકે છે.
View this post on Instagram
જેનાથી ચાલક વિમાન પરનું સંતુલન ખોઈ બેસે છે. પેસેન્જર સહીત અનેક લોકોંની જીદગી ખતરામાં પડી શકે છે. જેનાથી બચવા માટે સેલ્ફીને પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આ માટે આઇલેન્ડ પર સુરક્ષા પણ તૈનાત કરવામાં આવી છે.
View this post on Instagram