“વર્ક ફોર્મ હોમ” કરતા વજન વધાવની ચિંતા છે? હવે ગભરાશો નહીં, આ રહ્યા ઘરે બેઠા વજન ઘટાડવાના નુસખાઓ

0

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, સાથે હવે ઘરેબેઠા કામ કરવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે, ત્યારે ઘરેબેઠા કામ કરવાના કારણે અને ઘરમાં જ બેસી રહેવાના કારણે વજન વધવા જેવી સમસ્યાનો સામનો કરી શકવો પડે છે. ત્યારે આ વજન વઢ્વાણબી સમસ્યાને દૂર કરવા માટે અમે કેટલીક એવી ઘરેલુ ટેક્નિક લઈને આવ્યા છે જેના દ્વારા તમે ઘરે બેઠા કામ કરવાની સાથે પોર્ન વજન વધવાની સમસ્યાને દૂર કરી શકો છો, અને વજન પણ ઘટાવી શકો છો.

Image Source

કચરો વાળવો:
કચરો વાલ્વ જેવી વસ્તુને તમે સામાન્ય કામ સમજતા હશો પરંતુ જો તમે ત્રણ બેડરૂમ વાળા ઘરમાં રહો છો અને એ ત્રણ રૂમની અંદર કચરો વાળો છો તો તમારી 70 થી 80 કેલેરી ઓછી થાય છે અને કચરા સાથે તમે પોતું પણ કરો છો તો 140થી 160 કેલેરી ઓછી થઇ શકે છે. તમે કોઈ પાર્ક કે કોઈ જગ્યા ઉપર દોઢ કલાક ચાલો છો તો પણ તમારી 200થી 300 કેલેરી જ ઘટશે જેના બદલે કચરા પોતા જેવા કામ ઘરમાં કરીને પણ તમે સરલાથી વજન ઘટાવી શકો છો.

Image Source

ખુરશીમાં બેઠા બેઠા કરી શકાય એવી કસરત:
ઘરેબેઠા બેઠા પણ જો તમારે ખુરશીમાં સતત બેસી રહેવાનું જ કામ આવે છે તો કેટલીક સરળ કસરત દ્વારા પણ તમે તમારા શરીરને સ્વસ્થ રાખી અને વજન પણ ઘટાવી શકો છો, નીચેના વિડીયોમાં કેટલીક સરળ કસરત જોઈ લો અને તમે પણ ઘટાવી લો વજન ઘરમાં કામ કરતા કરતા જ.

ઉઠક બેઠક છે વજન ઘટાડવાનો રસ્તો:
કામ કરવાની સાથે ઘરની અંદર જ બેઠા બેઠા તમે ઉઠક બેઠક કરીને પણ વજન ઘટાવી શકો છો. અલગ અલગ પ્રકારની ઉઠક બેઠક તમારા વજન ઘટાડવામાં ખુબ જ કારગર સાબિત થશે.

પ્લેન્ક:
આ કસરતમાં કોણી અને પંજાના આધાર ઉપર શરીરને એક તખ્તાની જેમ સીધી રાખવામાં આવે છે, તેનાથી તમારા આસપાસના મસલ્સ મજબૂત બને છે, નીચેના વીડિયોમાં તમે એ વધુ સારી રીતે સમજી શકશો.

સ્કિપિંગ: (દોરડા કુદ)
જો તમે કોઈ એવા ઘરમાં રહો છો કે જ્યાં દોરડા કુદવાથી કોઈને તકલીફ થાય એમ નથી તો આ કસરત તમે કરી શકો છો, આ કસરત કરવાના કારણે તમારા વજન ઘટાડવામાં સારો ફાયદો મળી રહેશે.

યોગ: 
કસરત સિવાય પણ તેમ યોગ દ્વારા તમારા વજનને ઘટતું અટકાવી શકો છો, સૂર્યનમસ્કાર અને બીજા કેટલાક આસનો તમને ઘરે બેઠા કામ કરતા સમયે ઘણા જ ઉપયોગી બનશે.

ડાન્સ:
જો તમને કસરત અને યોગા કરવાનું નથી પસંદ અને તમે વજન ઘટાડવા માંગો છો તો ડાન્સ પણ એક સરળ રસ્તો છે, ડાન્સ કરીને તમે માનસિક તાણ અને વજન વધવા જેવી સમસ્યાથી દૂર રહી શકો છો.

Image Source

ખાવા પીવામાં રાખવું ધ્યાન:
સામાન્ય રીતે આપણે ઘરે રહેતા હોઈએ ત્યારે ખોરાક વધારે લેતા હોઈએ છીએ જેના કારણે વજન વધવાની શરૂઆત થાય છે, પરંતુ આ સમય ડામરિયાં પણ આપનો ડાયટ પ્લાન પહેલા જેવો જ રાખીશું તો વધારે ફાયદાકારક નિવળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.