જાણવા જેવું જીવનશૈલી

શું તમારા બાળકોમાં આત્મવિશ્વાસની ખામી છે ? તો અપનાવો આ ટ્રીક પછી જુઓ કમાલ

આજે  આપણે ત્યાં દેખાદેખી વધી ગઈ છે. કોઈનું બાળક વધારે માર્ક્સ લાવે કે કોઈનું બાળક બીજી એક પણ પ્રવુતિમાં હોશિયાર હોય તો આજે માતાપિતા પોતાના બાળકને એવું જ કરવા પ્રેરે છે. આજે બાળક અમુક સમયે  તેના મગજ પ્રમાણે નહીં પણ તેના માતા-પિતાના મગજ પ્રમાણે ચાલે છે. આજે દરેક માતાપિતાને પોતાનું બાળક મોટું થઇ હોશિયાર બન્ને તેવીઉ જ હોય છે. પરંતુ તે બાળક તે કરી શકે છે. આ બધું કરવા માટે આત્મવિશ્વાસ છે. બાળકોના આત્મવિશ્વાસ વધારવા માટે માતા-પિતાનું સૌથી મોટું યોગદાન હોય છે.

Image Source

બાળકોમાં આત્મ વિશ્વાસ વધારવા માટે  માતા-પિતાએ સૌથી વધુ તેનીસાથે સમય પસાર  કરવો જોઈએ. બાળકોની નાનામાં નાની ગતિવિધિઓ પર માતાપિતાએ તેની સાથે રહેવું જોઈએ. માતા-પિતા અને શિક્ષકોએ બાળકો સાથે સુરક્ષિત અને પાકો સંબંધ રાખવા માટે પ્રયાસ કરવો જોઈએ.  આ કરવાથી બાળકો સાથે તેના સંબંધ ઘનિષ્ઠ થશે અને બાળકો પેલા કરતા  વધારે સુરક્ષિત મહેસુસ કરશે. આપણું બાળક હંમેશા સર્વશ્રેઠ જ હોય છે. જેથી બાળકોની મહેનતને હંમેશા સરાહના કરવી જોઈએ. બાળકનું વાસ્તવિક પરિણામ કંઈ પબ હોય તેને  ક્યારે પણ નિરાશ કરવું ના જોઈએ. જેથી બાળકને  મહેસુ થાય કે તેની કામની તારીફ થાય છે.

Image Source

કોઈ પણ માતા-પિતા નથી ઇચ્છતા કે તેના બાળકો  કોઈ પણ ખતરાનો સામનો કરે. પરંતુ બાળકોને ગમે તે પરિસ્થતિમાં કેવી રીતે થાય તે અચૂક શીખવવું જોઈએ. ત્યારે સંકટ સમયે તેની ઢાલ બનવાને બદલે તેનો સહારો આપો. કોઈ પણ પરિસ્થિતમમાંથી બહાર નીકળવા  માટે બાળકને તૈયાર કરો. આપણા બાળકની તુલના  અન્ય બાળકો, મિત્રો અને તેના ભાઈ બહેન સાતગહે ક્યારે પણ ના કરવી  જોઈએ। કારણકે તુલનનાને કારણે બાળક પર વિપરીત અસર થાય છે. હંમેશા બાળકોની ભૂલો બતાવવાને બદલે તેના ગુણ પણ ધ્યાન દેવું જરૂરી છે. કારણકે  તે તેની રુચિ અને પ્રતિભાથી આગળ વષે છે.

Image Source

આજે બાળકો બહુજ જિદ્દી થઇ ગયા છે. કારણકે  આ જિદ્દી થવા પાછળ ક્યાંકને કયાંક  તેના માતાપિતાનો પણ હાથ હોય છે.  ત્યારે માતાપિતાએ  બાળકોએ એ પણ સમજાવવું જરુ છે  આગળની જિંદગીમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. ત્યારે  કોઈ પણ પરિસ્થિતમાં હારને સહન કરી કઠણ બનવાની જરૂર છે.  બાળકોને ક્યારેક મોટી-મોટી ઉમ્મીદોથી બચાવીને રાખવું જોઈએ.

બાળકોનાં મન કોમળ અને માસુમ હોય છે. ત્યારે બાળકોને સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે  નીચે મુજબ ધ્યાન રાખવું જોઈએ.

જુસ્સો
જયારે પણ બાળકોને  ભણવામાં ઓછા માર્ક્સ આવે છે. ત્યારેતે બાળકો કમજોર બની જાય  છે. એની ક્યારેક તે ડિપ્રેશનનો ભોગ પણ બન્ને છે. ત્યારે આ સમયે બાળક પર ગુસ્સો કરવાને બદલે તેનો ગુસ્સો વધારવો જોઈએ. બાળકને  સમજાવીને કહેવું જોઈએ કે આગળ જઈને તે  આથી પણ સારા માર્ક્સ લઇ આવશે.

તારીફ કરો
જ્યારે આપણું બાળક નાનામાં નાનું કામ કર ત્યારે બાળકોની તારીફ કરો. જેનાથી બાળકોને તેના પરનો વિશ્વાસ વધી જાય છે. સાથોસાથ આત્મવિશ્વાસ પણ વધે છે.

Image Source

પોતાની સન્માન કરતા શીખો 
બાળકોને આત્મવિશ્વાસ વધારતા પહેલા એ સૌથું જરૂરી છે કે તે તેનું ખુદનું સન્માન કરતા શીખે. કારણકે બાળકો જો પોતાનું જ  સન્માન  કરતા નહીં શીખે તો બીજાનું સન્માન કેમ કરશે ? અને બીજાને કેવી રીતે ઈજ્જત આપશે.

આત્મનિર્ભર
જો તમારું બાળક તેના નિર્ણય ખુદ લેશે. તો તેના સેલ્ફ કોન્ફિડન્સ વધશે.  સાથે જ જિંદગીમાં આત્મનિર્ભર રહેતા શીખશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks