આ છોકરીએ પૈસાની લાલચમાં કર્યો અમીર વૃદ્ધ સાથે પ્રેમ, મજાક-મજાકમાં કર્યા અને લગ્ન અને હવે …. જુઓ તસવીરો
કોઈને મળવું, પ્રેમમાં પડવું અને પછી લગ્ન…આ એવી ક્ષણો છે જે ઘણા બધાનું સપનું હોય છે. પણ પૈસા માટે લગ્ન કેવી રીતે કરી શકાય ? હાલમાં જ થોડા સમય પહેલા એક મહિલાએ સનસનીખેજ દાવો કરીને લોકોને ચોંકાવી દીધા. મહિલાનું કહેવું છે કે જ્યારે તે તેના પતિને મળી ત્યારે તે પૈસા માટે તેના પ્રેમમાં હોવાનો ડોળ કરતી હતી. બંનેની ઉંમરમાં ઘણો મોટો તફાવત છે, તેમ છત્તાં તેણે માત્ર પૈસા ખાતર મજાકમાં લગ્ન કર્યા.
જો કે લગ્નના થોડા વર્ષો પછી મહિલાના મનમાં તે વૃદ્ધ પ્રત્યે લાગણી જાગી અને તે તેના પ્રેમમાં પડી. આ મહિલાનું નામ છે કાર્લા બેલુચી, જે ઈંગ્લેન્ડના હિચિનની રહેવાસી છે. જણાવી દઈએ કે કાર્લા બ્રિટનની સૌથી નફરત કરાતી મહિલા તરીકે જાણીતી છે. 42 વર્ષની કાર્લા પહેલીવાર ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે નોકરી મેળવવા માટે હતાશ હોવાનો ડોળ કર્યો.
આટલું જ નહીં નાકની સર્જરી માટે 7 લાખ 41 હજાર રૂપિયાનો ખર્ચ થવાનો હતો, તેથી તેણે સર્જન સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કર્યું. કાર્લા તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. વર્ષ 2023માં કાર્લાએ કહ્યું હતું કે આ વખતે તે વેલેન્ટાઈન ડેને ખાસ રીતે સેલિબ્રેટ કરવા જઈ રહી છે. તે કપડાં પહેર્યા વિના આખો દિવસ ઘરમાં તેના પતિ માટે ભોજન રાંધશે અને ખવડાવશે.
આ સમય દરમિયાન તે તેના ચાર બાળકોને પણ ઘરની બહાર નીકાળી દેશે, જેથી તેઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. કાર્લાએ કહ્યું કે હું એવા લોકોથી ખૂબ કંટાળી ગઈ છું જેઓ કહે છે કે હું પૈસા માટે મારા પતિને ડેટ કરી રહી છું.જણાવી દઈએ કે કાર્લા અને તેના પતિ જિયોવાની ‘જીયો’ પિંકેની ઉંમરમાં 13 વર્ષનો તફાવત છે.
જ્યારે તેમની લવ સ્ટોરી બધાની સામે આવી ત્યારે લોકોએ કાર્લાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. બંને એક ગ્લેમર શૂટ દરમિયાન સ્ટુડિયોમાં મળ્યા હતા અને થોડા જ સમય બાદ તેમનું 10 વર્ષ લાંબું અફેર શરૂ થયું. ત્યાર બાદ જીયોએ કાર્લા પર ઘણા પૈસા ખર્ચ્યા. કાર્લાએ કહ્યું કે હું સ્વીકારું છું કે શરૂઆતમાં હું જીયોના પૈસા પાછળ પાગલ થઈ ગઈ હતી. પરંતુ હવે હું ખરેખર તેને પ્રેમ કરવા લાગી છું.
અમારી વચ્ચે માત્ર 13 વર્ષનો તફાવત છે, લોકો ઘણું સારું અને ખરાબ કહે છે. જીયોને મારા પિતાની ઉંમરનો કહે છે. પરંતુ લોકો ગમે તે કહે મને હવે કોઈ ફરક નથી પડતો. કાર્લાએ તેના શરીર પર જીયો નામનું ટેટૂ પણ કરાવ્યું છે.