ફિલ્મી દુનિયા

આમિર ખાન સાથે કામ કરી ચુકેલી એક્ટ્રેસે કરી હતી આત્મહત્યા, ઘરમાંથી મળી સુસાઇડ નોટ

ટીવી ઇન્ડસ્ટ્રીઝ હજુ સુધી કુશળ પંજાબીના સુસાઇડમાંથી બહાર નથી નીકળી ત્યાં વધુ એક સુસાઇડની ખબર સામે આવી છે. આ સુસાઇડને કારણે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં દુઃખ છવાઈ ગયું છે.

આમિર ખાન સાથે વિવો ફોનની જાહેરાતમાં કામ કરી ચુકેલી અને ટેલિવિઝન જગતની ચર્ચિત એક્ટ્રેસ સેજલ શર્માએશુક્રવારે તેના મુંબઈના મીરા રોડ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. સેજલ સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘દિલ તો હેપી હૈ જી’માં જોવા મળી હતી.આ મામલે પોલીસે સુસાઇડ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેજલ તેની જિંદગીમાં ઘણી પરેશાન હતી. ગુરુવારે મોડી રાતે સધી મિત્રો સાથે ફોન પર લાંબી વાત કરી હતી. પોલીસ આ મામલે મનોરંજનના ગ્લેમરના ફસાઈને ડિપ્રેશનનો ભોગ બની હોય તેવું માની રહી છે. મીરા રોડ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સેજલ ઉદયપુરની રહેવાસી હતી અને તેની અંગત જિંદગીમાં તે ઘણી પરેશાન જોવા મળી રહી હતી. સેજલને ડાન્સ અને એક્ટિંગ બહુજ પસંદ હતું. સેજલ ગત વર્ષ ‘દિલ તો હૈપ્પી હૈ જી’ માં રોલ મેળવીને બહુજ ખુશ હતી.

એક રિપોર્ટ અનુસાર, સેજલ એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવતી હતી. સેજલે તેના માતા -પિતાને એક્ટિંગ માટે ઘણા મનાવ્યા હતા. સેજલ 2017માં મુંબઈ આવી ત્યારથી જ તે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હતી. સેજલને મોડેલિંગનો બહુજ શોખ હતો. સેજલ સીરિયલમાં કામ કરતા પહેલા જાહેરાતમાં કામ કર્યું હતું.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.