મનોરંજન

આમિર ખાન સાથે કામ કરી ચુકેલી એક્ટ્રેસે કરી હતી આત્મહત્યા, ઘરમાંથી મળી સુસાઇડ નોટ

આ દિગ્ગજ ફેમસ TV એક્ટ્રેસ અભિનેત્રીએ કેમ કરી આત્મહત્યા? ચોંકાવનારું કારણ આવ્યું સામે

આમિર ખાન સાથે વિવો ફોનની જાહેરાતમાં કામ કરી ચુકેલી અને ટેલિવિઝન જગતની ચર્ચિત એક્ટ્રેસ સેજલ શર્માએ ગયા વર્ષે તેના મુંબઈના મીરા રોડ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. સેજલ સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘દિલ તો હેપી હૈ જી’માં જોવા મળી હતી.આ મામલે પોલીસે સુસાઇડ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટીવી ઇન્ડસ્ટ્રીઝ હજુ સુધી કુશળ પંજાબીના સુસાઇડમાંથી બહાર નથી નીકળી ત્યાં વધુ એક સુસાઇડની ખબર સામે આવી છે. આ સુસાઇડને કારણે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં દુઃખ છવાઈ ગયું છે. સેજલ શર્માના શનિવારે ઉદયપુરમાં પરિવારની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સેજલનો મૃતદેહ મુંબઈથી ઉદયપુર લાવવામાં આવ્યો હતો.

આમિર ખાન સાથે વિવો ફોનની જાહેરાતમાં કામ કરી ચુકેલી અને ટેલિવિઝન જગતની ચર્ચિત એક્ટ્રેસ સેજલ શર્માએશુક્રવારે તેના મુંબઈના મીરા રોડ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. સેજલ સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘દિલ તો હેપી હૈ જી’માં જોવા મળી હતી.આ મામલે પોલીસે સુસાઇડ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેજલ તેની જિંદગીમાં ઘણી પરેશાન હતી. ગુરુવારે મોડી રાતે સધી મિત્રો સાથે ફોન પર લાંબી વાત કરી હતી. પોલીસ આ મામલે મનોરંજનના ગ્લેમરના ફસાઈને ડિપ્રેશનનો ભોગ બની હોય તેવું માની રહી છે. મીરા રોડ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સેજલ ઉદયપુરની રહેવાસી હતી અને તેની અંગત જિંદગીમાં તે ઘણી પરેશાન જોવા મળી રહી હતી. સેજલને ડાન્સ અને એક્ટિંગ બહુજ પસંદ હતું. સેજલ ગત વર્ષ ‘દિલ તો હૈપ્પી હૈ જી’ માં રોલ મેળવીને બહુજ ખુશ હતી.

એક રિપોર્ટ અનુસાર, સેજલ એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવતી હતી. સેજલે તેના માતા -પિતાને એક્ટિંગ માટે ઘણા મનાવ્યા હતા. સેજલ 2017માં મુંબઈ આવી ત્યારથી જ તે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હતી. સેજલને મોડેલિંગનો બહુજ શોખ હતો. સેજલ સીરિયલમાં કામ કરતા પહેલા જાહેરાતમાં કામ કર્યું હતું.

સેજલને તેના મીરા રોડ સ્થિત ઘરમાંથી ફાંસી ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. ઘટના સ્થળ પરથી પોલિસને સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં સેજલે તેની આત્મહત્યાનું કારણ અંગત બતાવ્યું હતું. પોલીસે આ સુસાઇડ નોટ કબ્જે કરીને આકસ્મિક મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

જણાવી દઈએ કે, સેજલના પરિવારમાં માતા-પિતા સિવાય બીજા 2 ભાઈ બહેન છે. સેજલનો પરિવાર ઉદયપુરમાં આઝાદનગરમાં રહે છે. સેજલે પીઆઈબીએસ કોલેજમાંથી બીબીએમ કર્યું હતું. સેજલના પિતા કૃષ્ણકાંત શર્મા સરકારી શાળા પ્રિન્સિપલ છે. સેજલની એક બહેન અમદાવાદમાં રહે છે જયારે તેનો ભાઈ ઉદયપુરમાં રહે છે.