“મિશન મંગલ”માં નજર આવી ચુકેલી આ 13 વર્ષની છોકરીએ જીત્યો ‘મિસ ટીન ઇન્ટરનેશનલ’નો ખિતાબ, હવે ઓનસ્ક્રીન નિભાવશે ઉર્મિલા માંતોડકરની દીકરીનો કિરદાર

જાણો કોણ છે 13 વર્ષની સેજલ ગુપ્તા, જેના માથા પર સજ્યો “મિસ ટીન ઇન્ટરનેશનલ”નો તાજ, બોલીવુડની ફિલ્મોમાં પણ નિભાવી છે મહત્વની ભૂમિકા…

આજના સમયમાં દરેક માતા પિતા પોતાના સંતાનોને ખુબ જ આગળ લઇ જવા માંગે છે, જેના માટે તે દરેક પ્રકારના પ્રયત્નો પણ કરતા હોય છે. ઘણા બાળકો એવા પણ હોય છે જે નાની ઉંમરમાં જ મોટી મોટી સફળતાઓ પણ મેળવી લેતા હોય છે. હાલ એવી જ એક 13 વર્ષની છોકરીની કહાની સામે આવી છે જેણે હાલમાં જ “મિસ ટીન ઇન્ટરનેશનલ”નો તાજ પોતાના નામે કર્યો છે.

13મી એપ્રિલની રાત્રે ગ્લામાનંદ ગ્રુપે તેની ટીન પેજન્ટ – મિસ ટીન દિવાનું સમાપન કર્યું, જેમાં  મિસ ટીન ગ્રાન્ડ ઈન્ડિયા, મિસ ટીન વર્લ્ડ ઈન્ડિયા, મિસ ટીન યુનિવર્સ ઈન્ડિયા અને મિસ ટીન ઈન્ટરનેશનલ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો. મિસ ટીન ઈન્ટરનેશનલ ઈન્ડિયાનો સૌથી પ્રતિષ્ઠિત તાજ ચંદીગઢની સુંદર સેજલ ગુપ્તાને મળ્યો હતો.

સેજલ પાંચ વર્ષની ઉંમરથી જ ઈન્ડસ્ટ્રીમાં આવવાનું સપનું જોઈ રહી હતી. તે ગ્લોબલ આઇકોન બનવાનું સપનું ધરાવે છે, તે યુવા પેઢી માટે રોલ મોડેલ પણ છે અને પ્રિયંકા ચોપરા અને ગીગી હદીદ પાસેથી પ્રેરણા મેળવે છે. તેના માતા-પિતાના સમર્થન અને તેના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટેના તેના અપાર સમર્પણથી તે હવે મિસ ટીન ઇન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર મેળવ્યો છે.

માત્ર 13 વર્ષની ઉંમરમાં સેજલ ગુપ્તા આ ખિતાબ હાંસલ કરનારી ભારતની સૌથી પહેલી ટીનેજર બની ગઈ છે. સેજલે બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને પોતાના અભિનયથી દર્શકોને દીવાના પણ બનાવ્યા છે. તેને “ક્યા હાલ મિસ્ટર પંચાલ’ નામનો ટેલિવિઝન શો અને “પેશાવર” વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત, ફિલ્મ મિશન મંગલમાં તેણે નાની કીર્તિ કુલહારીની ભૂમિકા ભજવી હતી.

સેજલને હાલ ધોરણ 9માં પ્રમોટ કરવામાં આવી છે, આટલી નાની ઉંમરમાં જ તેની આટલી મોટી સફળતા મેળવવાને લઈને તેના પરિવારજનો પણ ખુબ જ ખુશ છે. સેજલ હાલ તેની આવનારી સિરીઝ “તિવારી”માં તે જોવા મળવાની છે. આ વેબ સિરીઝમાં તે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરની દીકરીનો કિરદાર નિભાવશે.

Niraj Patel