મનોરંજન

TV એક્ટ્રેસ સેજલ શર્માએ કેમ કરી આત્મહત્યા, ચોંકાવનારું કારણ આવ્યું સામે, જુઓ સમગ્ર માહિતી એક ક્લિકે

આમિર ખાન સાથે વિવો ફોનની જાહેરાતમાં કામ કરી ચુકેલી અને ટેલિવિઝન જગતની ચર્ચિત એક્ટ્રેસ સેજલ શર્માએ શુક્રવારે તેના મુંબઈના મીરા રોડ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. સેજલ સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘દિલ તો હેપી હૈ જી’માં જોવા મળી હતી.આ મામલે પોલીસે સુસાઇડ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સેજલ શર્માના શનિવારે ઉદયપુરમાં પરિવારની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સેજલનો મૃતદેહ મુંબઈથી ઉદયપુર લાવવામાં આવ્યો હતો.

સેજલને તેના મીરા રોડ સ્થિત ઘરમાંથી ફાંસી ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. ઘટના સ્થળ પરથી પોલિસને સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં સેજલે તેની આત્મહત્યાનું કારણ અંગત બતાવ્યું હતું. પોલીસે આ સુસાઇડ નોટ કબ્જે કરીને આકસ્મિક મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેજલ તેની જિંદગીમાં ઘણી પરેશાન હતી. ગુરુવારે મોડી રાતે સધી મિત્રો સાથે ફોન પર લાંબી વાત કરી હતી. પોલીસ આ મામલે મનોરંજનના ગ્લેમરના ફસાઈને ડિપ્રેશનનો ભોગ બની હોય તેવું માની રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સેજલ ઉદયપુરની રહેવાસી હતી અને તેની અંગત જિંદગીમાં તે ઘણી પરેશાન જોવા મળી રહી હતી. સેજલને ડાન્સ અને એક્ટિંગ બહુજ પસંદ હતું. સેજલ ગત વર્ષ ‘દિલ તો હૈપ્પી હૈ જી’ માં રોલ મેળવીને બહુજ ખુશ હતી.

એક રિપોર્ટ અનુસાર, સેજલ એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવતી હતી. સેજલે તેના માતા -પિતાને એક્ટિંગ માટે ઘણા મનાવ્યા હતા. સેજલ 2017માં મુંબઈ આવી ત્યારથી જ તે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હતી. સેજલને મોડેલિંગનો બહુજ શોખ હતો. સેજલ સીરિયલમાં કામ કરતા પહેલા જાહેરાતમાં કામ કર્યું હતું.

જણાવી દઈએ કે, સેજલના પરિવારમાં માતા-પિતા સિવાય બીજા 2 ભાઈ બહેન છે. સેજલનો પરિવાર ઉદયપુરમાં આઝાદનગરમાં રહે છે. સેજલે પીઆઈબીએસ કોલેજમાંથી બીબીએમ કર્યું હતું. સેજલના પિતા કૃષ્ણકાંત શર્મા સરકારી શાળા પ્રિન્સિપલ છે. સેજલની એક બહેન અમદાવાદમાં રહે છે જયારે તેનો ભાઈ ઉદયપુરમાં રહે છે.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.