ટેલિવિઝન પર પ્રસારિત થઈ રહેલી અને હવે લગભગ પૂરી થવા આવેલી ‘રામાયણ’ સીરિયલની લોકપ્રિયતાનું કારણ દરેક પાત્રનો જડબેસલાક અભિનય કરનાર કલાકારો છે. રિ-ટેલિકાસ્ટ થઈ રહેલ આ ધારાવાહિક અનેક રેકોર્ડ બનાવી ચૂકી છે. હમણા જ આ સીરિયલે એક દિવસમાં સૌથી વધુ દર્શકસંખ્યા મેળવવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે.
View this post on Instagram
રામાયણમાં સીતાજીનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલીયાના અભિનય વિશે લોકો વખાણ કરતા થાકતા નથી. દીપિકા ચિખલીયા સિવાય માતા જાનકીનું પાત્ર કોઈ ભજવી જ ના શકે એવું અનેક દર્શકો ભારપૂર્વક માને છે.
View this post on Instagram
રાઘવની રાણી, કોણે લખ્યા છે તારા આવા લેખ?:
મૂળે ગુજરાતી એવા દીપિકા ચિખલીયાનો રામાયણમાં અભિનય લાજવાબ છે. રામાયણનાં આખા કથાનકમાં આ અભિનેત્રીને સૌથી વધારે પસંદ આવ્યો હોય તેવો સીન ક્યો હોઈ શકે? અગાઉ લેવાયેલા તેમનાં એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે તે પ્રમાણે, ‘અયોધ્યામાં પાછા ફર્યા બાદ રામ સીતાજીનો ત્યાગ કરે છે એ સીન.’
View this post on Instagram
ઉલ્લેખનીય છે, કે રાવણનો વધ કરીને, સીતાજીને કેદમાંથી આઝાદ કરીને રામ-લક્ષ્મણ અયોધ્યા પધારે છે, એ પછી અયોધ્યાની અમુક લઘુબુદ્ધિ પ્રજા સીતાજીની પવિત્રતા પર સવાલ ઉઠાવે છે. આથી સીતાજીનાં કહેવા પર રાજા રામચંદ્ર તેનો ત્યાગ કરે છે અને સીતાજી બીજી વાર વનમાં જાય છે.
View this post on Instagram
સીતાજીનો અભિનય કરનાર અભિનેત્રી દીપિકા ચિખલીયાને પૂરી રામાયણ સીરિયલમાંથી આ સીન સૌથી વધારે પસંદ છે.
View this post on Instagram
રામના આદેશ બાદ લક્ષ્મણ સીતાજીને વનમાં મૂકવા જાય છે. વનમાં જ સીતાજી લવ-કુશને જન્મ આપે છે. મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં બંને બાળકો ભણે છે. અયોધ્યામાં થયેલા અશ્વમેઘ યજ્ઞનો ઘોડો લવ-કુશ બાંધી લે છે અને પરિણામે છેડાયેલા યુદ્ધમાં આખી અયોધ્યાની સેનાને ઘૂંટણિયે પાડી દે છે. અંતે સીતાજી ધરતીમાં સમાઈ જાય છે અને રામાયણ પૂર્ણ થાય છે. રામાયણનો લંકાવિજય પછીનો ભાગ ‘ઉત્તર રામાયણ’ તરીકે પણ ઓળખાય છે. જિંદગી આખી વીતી જવા છતાં પણ સીતાજીને કદી સુખ ના મળ્યું.
View this post on Instagram
આર્ટિકલ સારો લાગ્યો હોય તો શેર કરજો, ધન્યવાદ.
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.