દિવ્યાંગ નોકરાણીને બંધક બનાવવા અને ટોર્ચર કરવાનો આરોપમાં IAS ની પત્ની સીમાની થઇ ધરપકડ

ઝારખંડના રિટાયર્ડ આઈએએસની પત્ની અને ભાજપા નિષ્કાષિત સીમા પાત્રાની ધરપકડ કરવામાં આવી છે. સીમા પર તેની ઘરેલુ સહાયક એટલે કે નોકરાણીની સાથે આઠ વર્ષો સુધી અત્યાચાર કરવાનો આરોપ લાગ્યો છે. આઠ વર્ષોથી સીમાએ પોતાના ઘરે 29 વર્ષની આદિવાસી દિવ્યાંગ છોકરીને કામ કરી રહી હતી. સીમા તેને મારતી પીટતી હતી અને તેને બંધક બંધક બનાવીને રાખી હતી.

પીડિતાનું નામ સુનિતા ખાખા છે. સુનીતાએ કહ્યું કે તેને ભરપેટ જમવા માટે આપવામાં આવતું ન હતું અને તેને સળીયાથી મારવા-પીટવામાં આવતી હતી ગરમ તવાથી દજાડવામાં આવી હતી. આ સિવાય સુનિતા પાસે જીભથી ફર્શ પણ સાફ કરાવડાવામાં આવ્યું હતું. સુનીતા સીમાના ઘરે નોકરાણીના સ્વરુપે કામ માટે આવી હતી જેના બાદ તેને ગત આઠ વર્ષોથી કેદ  રાખવામાં આવી હતી અને તેના પર ખુબ અત્યાચાર કરવામાં આવ્યો હતો.

સુનીતાએ એક દિવસ કોઈ રીતે સરાકરી કર્મચારી વિવેક બસ્કેને મેસેજ કરીને પોતાના પર થઇ રહેલા અત્યાચારની જાણકારી આપી હતી. વિવેક સીમાના દિકરા આયુષ્માનનો મિત્ર છે. આયુષ્માને પણ જણાવ્યું હતું કે કેવી રીતે તેની માં સુનીતાને ટોર્ચર કરે છે અને વિવેક અને પોલીસની મદદથી સુનીતાને આઝાદ કરાવી હતી. પોલીસને સુનીતાના શરીર પરથી ઇજાના અનેક નિશાનો પણ મલ્યા હતા.

મામલો સામે આવ્યા બાદ અરગોડા થાણેમાં ફરિયાદ દર્જ થઇ હતી. જેના બાદ રાંચી પોલિસે સુનીતાનું રેસ્ક્યુ કર્યું હતું. ફરિયાદના ડરથી સીમા ફરાર થવાની કોશિશમાં હતી પણ તેના પહેલા અરગોડા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે સીમાના અલગ અલગ નિવાસ સ્થાને શોધ કરી હતી. સીમાનો આ કારનામો સામે આવતા  બીજેપીએ સીમાને પાર્ટીથી હાંકી કાઢવામાં આવી છે.જો કે પોતાના પર લાગેલા આરોપ સીમાએ ખોટા જણાવ્યા હતા અને કહ્યું કે તેને ફસાવવામાં આવી રહી છે.

Krishna Patel