20 માર્ચના રોજ સવારે સદા પાંચ વાગે નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી આપી દેવામાં આવી અને તેના બાદ દેશમાં ખુશીનું વાતાવરણ ફરી વળ્યું હતું. 7 વર્ષ કરતા પણ વધારે સમય વીત્યા બાદ નિર્ભયાના આરોપીઓને ફાંસી મળી હતી. આ ફાંસી અપાવવા પાછળ જો કોઈનો મહત્વનો હાથ હોય તો તે નિર્ભયાની વકીલ સીમા કુશવાહાનો હતો. પરંતુ કેટલીક એવી બાબતો પણ સીમાની વાર્તામાં જોડાયેલી છે જે જાણીને આપણે સૌ હચમચી જઈશું.

વર્ષ 2014માં જયારે સીમાએ આશાદેવી પાસે નિર્ભયાનો કેસ લીધો ત્યારે આશાદેવીને કહ્યું હતું: “હું લડીશ જ્યોતિનો કેસ, આપણે નહિ છોડીએ એમને.”

આ વિષય ઉપર વાત કરતા સીમાએ કહ્યું હતું કે: “મારા માટે સુપ્રીમ કોર્ટની તારીખ મેળવવી મુશ્કેલ હતી, મને કહેવામાં આવ્યું હતું કે 2021 પહેલા સુનાવણી નહિ થાય, પરંતુ મેં વકીલોને ફોન કર્યા, રજિસ્ટ્રારની ઓફિસ પાસે દરખ્વાસ્ત કરી, અને એક વર્ષ પછી મને સુનાવણીની તારીખ પણ મળી, બે વર્ષ અને 11 મહિના પછી સુપ્રીમ કોર્ટે આરોપીઓને મોતની સજા સંભળાવી, પરંતુ એપી. સિંહે આરોપીઓને બચાવવાના પ્રયાસો ચાલુ જ રાખ્યા, દરે વખતે જ્યારે હું નિર્ભયાના રૂમની અંદર જતી હતી ત્યારે એનો હસતો ફોટો જોતી હતી, ત્યારે મને મહેનતથી પ્રયાશ કરવાની તાકાત મળતી હતી, હું એની તસવીરને જોયા કરતી હતી. મેં તેને વચન આપ્યું હતું કે તેના અડોશીઓને ફાંસી થશે”

સીમાને અવાર નવાર આરોપીઓનો કેસ ધમકીઓ પણ મળતી રહી, તેને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે કેસ છોડી દે નહિ તો નિર્ભય કરતા પણ ખરાબ રીતે તેની સાથે રેપ કરવામાં આવશે, પરંતુ સીમાએ ગભરાયા વગર જ કેસ ચલાવ્યો અને નિર્ભયાના ચારેય આરોપીઓને ફાંસી અપાવવામાં સફળ નીવડી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.