Seema Haider made a statement about Anju : હાલ દેશભરમાં ભારત અને પાકિસ્તાનની બે પ્રેમ કહાનીઓ ખુબ જ ચર્ચામાં છે. જેમાં પહેલા પબજી પર પ્રેમ કરીને પાકિસ્તાનથી ભારત આવી ગયેલી સીમા હૈદરની કહાની ચર્ચામાં હતી, જેના બાદ ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુની કહાની હવે ચર્ચામાં છે. આ બને કહાનીઓમાં તફાવત એટલા જ છે કે સીમા ગેરકાયદેસર ભારતમાં પ્રવેશી તો અંજુ કાયદાકીય રીતે પાકિસ્તાન ગઈ અને સીમા પોતાના ચાર બાળકો સાથે આવી ગઈ તો અંજુ પોતાના બાળકોને તરછોડીને ચાલી ગઈ.
અંજુ પર સીમાનું નિવેદન :
ત્યારે આ મામલે હવે પાકિસ્તાની ભાભી સીમા હૈદરનું પણ નિવેદન સામે આવ્યું છે. એક મીડિયા દ્વારા સીમાને અંજુ વિશેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. સીમાને પૂછવામાં આવ્યું કે ભારતની અંજુ પાકિસ્તાની છોકરાના પ્રેમમાં સરહદ પાર કરી ગઈ છે. જોકે, તે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને પછી પાકિસ્તાન ગઈ છે. તમારું તેના વિશે શું કહેશો?” ત્યારે આ સવાલના જવાબમાં સીમાએ પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ વિશે પણ વાત કરી હતી.
સીમાએ જણાવી પાકિસ્તાનની હકીકત :
સીમાએ જવાબમાં જણાવ્યું કે અંજુ ભારતમાં રહેતી હતી અને ભારત એક એવો દેશ છે કે જ્યાં માણસ બધું જ કરી શકે છે, પરંતુ પાકિસ્તાનમાં એવું નથી. જો પાકિસ્તાનમાં કોઈને ખબર પડે કે સીમા બહાર ગઈ છે અથવા કઈ કરી રહી છે તો મારી સાથે ખુબ જ ખરાબ થતું, જો મારા પતિ હૈદરને ખબર પડી હોતી કે હું કોઈ હિન્દૂ છોકરાને પ્રેમ કરી રહી છું તો તે મને મારી નાખતો. આ ઉપરાંત તેને ભારત અને પાકિસ્તાનમાં મહિલાઓની શું સ્થિતિ છે તેન વિશે પણ પૂછવામાં આવ્યું હતું.
મહિલાઓની સ્થિતિ વિશે પણ વાત કરી :
ત્યારે તેના જવાબમાં સીમાએ કહ્યું કે, “સિંધ અને બલોચમાં મહિલાઓને કોઈ સન્માન મળતું નથી. સિંધ પ્રદેશમાં મારી ઉંમરની કોઈ છોકરીઓ ભણેલી નથી અને જો ભૂલથી પણ માથા પરથી દુપટ્ટો સરકી જાય તો અમને ગાળો બોલવામાં આવે છે અને ખરાબ વર્તન કરવામાં આવે છે. ત્યાં મહિલાઓ પર ઘણી બધી પાબંધીઓ છે તે ઘરની બહાર નીકળે ત્યારે પણ તેમને આંખો સુધીનો બુરખો પહેરવો પડે છે.” તો ભારત વિશે વાત કરતા સીમાએ જણાવ્યું કે “ભારતમાં મહિલાઓને ઘણું સન્માન મળે છે, અહીંયાના લોકો પણ ઘણા સારા છે અને મને પણ એજ સન્માન મળ્યું છે.”