પ્રેમ માટે સરહદ ઓળંગીને ભારતમાં આવેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર ઘણીવાર ચર્ચામાં રહે છે. ફરી એકવાર તે તેની પ્રેગ્નેંસીના સમાચારને કારણે ચર્ચામાં છે. સીમાનો બેબી બંપનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં સચિન મીનાના બાળકને જન્મ આપવા જઈ રહી છે.
જો આમ થશે તો સીમા પાંચમા બાળકની માતા બનશે. જો કે તેના માતા બનવાના સમાચાર આજથી નહીં પરંતુ ઘણા દિવસોથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી સત્ય બહાર આવ્યું નથી. હવે જ્યારે બેબી બમ્પ સામે આવ્યો છે ત્યારે લોકોને સમાચારમાં હકિકત દેખાઇ રહી છે. પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર આજે કોઈ સેલિબ્રિટીથી કમ નથી. તે ઘણીવાર સમાચારોમાં છવાયેલી રહે છે.
હવે ફરી એક વાર તે તેના બેબી બમ્પના કારણે ચર્ચામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના પાંચમા બાળકને જન્મ આપવા જઈ રહી છે. જો કે, હજુ સુધી સીમાએ એ વાતની પુષ્ટિ કરી નથી કે તે પ્રેગ્નેટ છે કે નહીં. જો કે, જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે સીમા હૈદરનો છે કે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે મહિલા બેબી બમ્પ સાથે જોવા મળે છે તે સીમા હૈદર નહીં પરંતુ કોઈ અન્ય છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અન્ય મહિલાનો ફોટો ડાઉનલોડ કરી તેના પર સીમા હૈદરનો ચહેરો લગાવવામાં આવ્યો છે. ફોટો પર વોટરમાર્ક પણ સ્પષ્ટ દેખાય છે. જણાવી દઇએ કે, આ પહેલા પણ સીમાના પ્રેગ્નેટ હોવાના સમાચાર ઘણી વખત સામે આવી ચૂક્યા છે.
View this post on Instagram