મનોરંજન

કોણ છે સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા મેડમ? રસપ્રદ સ્ટોરી

આખરે કેમ ચર્ચામાં છે સલમાન ખન્ના ભાભી સીમા સચદેવ? જાણો બધું

બી-ટાઉનમાં જેટલી ચર્ચા બૉલીવુડ સ્ટાર્સની થાય છે તેટલી જ ચર્ચા તેની પત્ની અને બાળકોની થાય છે. હાલમાં જ કરણ જોહરની કંપનીએ એક રિયાલિટી સિરીઝ લોન્ચ કરી છે. જેમાં આ સેલ્બસની પત્નીની લાઈફ વિષે ચર્ચા કરવામાં આવી છે. ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સિરીઝ The Fabulous Lives of Bollywood Wives માં આ વખતે સોહેલ ખાનની પત્ની સીમા ચર્ચામાં આવી ગઈ છે. આવો જાણીએ સીમા સચદેવ વિષે.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

સોહેલ ખાન અને સીમા સચદેવની કહાની કોઈ બોલીવુડની રોમેન્ટિક ફિલ્મ જેવી છે. એક પંજાબી હિન્દૂ ફેમીલીથી સંબંધ રાખનારી સીમા મુંબઈમાં ફેશન ડિઝાઈનર થવા માંગતી હતી. તે સમયે કોમન મિત્ર દ્વારા સોહેલ ખાન સાથે મુલાકાત થઇ હતી. મુલાકાત વધતા 1998માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

બંનેના અલગ-અલગ ધર્મ હોવાને લઈને બંનેના લગ્નને લઈને ઘણા સવાલ ઉઠાવ્યા હતા. અહીં સોહેલ અને સીમાના લગ્ન બંને ધર્મને સમ્માન આપતા કર્યા હતા. આ પહેલા બંનેના લગ્ન આર્ય સમાજમાં થયા હતા અને બાદમાં બંનેના નિકાહ થયા હતા. સોહેલ અને સીમાના પરિવારને પણ આ લગ્નને અપનાવી લીધા હતા. સોહેલ ખાન અને સીમા સચદેવના બાળકોની વાત કરવામાં આવે તો તેને બે બાળકો પણ છે. મોટા દીકરાનું નામ નિર્વાણ ખાન અને નાના દિકરાનું નામ યોહાન ખાન છે.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

સોહેલ અને સીમા તેમના લગ્ન પછી તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે સોહેલ એક સફળ નિર્માતા અને દિગ્દર્શક છે, ત્યારે સીમા હાલમાં એક સફળ ડિઝાઇનર છે. સીમાની પોતાની બ્રાન્ડ છે ઉપરાંત તે સુઝૈન ખાન અને મહિપ કપૂર સાથે મળીને એક રિટેલ બુટિક ચલાવે છે. જેનું નામ બાંદ્રા 190 છે.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

થોડા દિવસો પહેલા મીડિયામાં એવી ચર્ચા ચાલી હતી કે સોહેલ અને સીમા વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી અને બંને અલગ થઈ શકે છે. આ અલગ થવાનું કારણ એ છે કે સોહિલ ખાનની અભિનેત્રી હુમા કુરેશીની નિકટતા. જોકે બાદમાં સોહેલ અને હુમાએ આ ચર્ચાને બકવાસ કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે સોહેલ અને હુમાની નિકટતાને કારણે સીમા ખાન તેના માતાપિતાના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી. જો કે, આ અહેવાલો ખોટા હતા અને આ અહેવાલો પર હુમા કુરેશીએ પ્રતિક્રિયા આપી હતી. તેણે આ દરમિયાન કહ્યું હતું કે સોહેલ તેના મોટા ભાઈ જેવો છે.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

બોલિવૂડ એટલે ચમકદમકની દુનિયા, જેમાં કામ કરતા લોકો સામાન્ય લોકો કરતા જુદા જ ગણાય છે. તેઓનું સ્ટારડમ એક અલગ જ લેવલ પર હોય છે. તેમના ઘણા ચાહકો હોય છે અને ઘણા તો તેમના નામની માળાઓ જપતા હોય છે. અને ઘણા સિતારાઓ બોલિવૂડમાંથી જ કોઈ હસ્તી સાથે લગ્ન કરી લે છે. પણ કેટલાક સિતારાઓ ઇન્ડસ્ટ્રીની બહારના સામાન્ય લોકો સાથે લગ્ન કરીને તેમના ચાહકોને ચોંકાવી નાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

ત્યારે આજે એવા જ સિતારાઓ વિશે વાત કરીએ કે જેઓએ ઇન્ડસ્ટ્રીની બહાર સામાન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. સલમાન ખાનના ઘરે પણ સેરોગસી દ્વારા બાળક આવેલું છે. સલમાનનો નાનો ભાઈ સોહેલ ખાન અને તેની પત્ની સીમાએ પણ તેમના બીજા બાળક માટે સરોગસીનો આશરો લીધો હતો. તેનો પુત્ર યોહાનનો જન્મ સરોગસીની મદદથી 2011માં થયો હતો.