ઘણા લોકોનું સપનું હોય છે કે તેઓ સેલિબ્રિટીઝને મળી શકે છે, તેમની પાસે ઘણા બધા પૈસા હોય અને તેઓ વૈભવી જીવન જીવી શકે. પણ આજે વાત કરીએ દુબઈના 17 વર્ષીય રાશિદ બેલ્હાસા વિશે, કે જેનું આ સપનું નથી, પણ આવું જ વૈભવી જીવન જીવે છે.
રાશિદ ઘણી વાર બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સને મળતો રહે છે અને શાહી જીવન જીવે છે. રાશિદ બેલ્હાસા તેની વૈભવી જીવનને કારણે સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે.
17 વર્ષીય રાશિદ દુબઈનો રહેવાસી છે. તે ‘મની કિક્સ’ તરીકે પણ ઓળખાય છે. રાશિદ દુનિયાભરની હસ્તીઓ સાથે હેન્ગઆઉટ કરે છે. દુબઈના કન્સ્ટ્રક્શન બિઝનેસમેન અને અબજોપતિ સૈફ અહમદ બેલ્હાસાના પુત્ર રાશિદની શાહી જીવનશૈલી બધાને આશ્ચર્યચકિત કરી નાખે છે. આ ઉંમરે, જયારે છોકરાઓ તેમના પુસ્તકો અને અભ્યાસમાં લાગેલા હોય છે, ત્યારે રાશિદ હસ્તીઓ સાથે એન્જોય કરે છે.
View this post on Instagram
રાશિદ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનો ફેન છે અને જ્યારે સલમાન દુબઈ જાય છે ત્યારે તે તેને ચોક્કસ મળે છે. રાશિદ ઘણીવાર બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે તસ્વીરો પણ શેર કરે છે. ઘણી વાર રાશિદ ખુદ સલમાન ખાનને મળવા માટે મુંબઈ આવ્યો છે.
View this post on Instagram
તેને સ્નીકર્સનો ખૂબ શોખ છે. આટલું જ નહીં, તેની પાસે પોતાનો ઓનલાઇન શોપિંગ સ્ટોર પણ છે જ્યાં બેગ અને સ્નીકર્સ વેચાય છે.
View this post on Instagram
રાશિદ પાસે એર જોર્ડન જૂતાની 70 જોડી છે અને તે તેના પિતાના પ્રાઇવેટ જેટમાં ફરતો હોય છે. તે એક ફેશન લાઇનનો સહ-માલિક છે જ્યાંથી ઘણા સ્ટાર્સ પણ પોતાને માટે કપડાં ખરીદે છે.
View this post on Instagram
રાશિદ ઇન્સ્ટાગ્રામ પર આરએસબેલ્હાસા અને યુટ્યુબ પર મની કિક્સના નામે એકાઉન્ટ ચલાવે છે. જેનાં ઘણાં સબ્સ્ક્રાઇબર્સ પણ છે. રાશિદ તેની ચેનલ પર તેની જીવનશૈલી સાથે જોડાયેલા ઘણા વીડિયો શેર કરે છે.
View this post on Instagram
આ સિવાય રાશિદ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ સક્રિય રહે છે. ખાનગી જેટમાં મુસાફરી કરતી વખતે ઘણીવાર તે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. તેની પોતાની એક ફરારી કાર પણ છે.
View this post on Instagram
જે પણ સેલિબ્રિટી દુબઇ આવે છે, રાશિદ ચોક્કસપણે તેમને મળે છે. રાશિદ અત્યાર સુધી સલમાન ખાન, શાહરૂખ ખાન, જેકી ચેન, મેસ્સી, રફ્તાર, રોનાલ્ડો જેવી દિગ્ગજ હસ્તીઓને મળી ચૂક્યો છે.
View this post on Instagram
જ્યારે પણ તે કોઈ સેલિબ્રિટીને મળે છે, ત્યારે તેમની સાથે ફોટો ક્લીક કરાવે છે. આ સેલિબ્રિટીએ પણ રાશિદને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે.
View this post on Instagram
એક વેબસાઇટ અનુસાર રાશિદે કહ્યું કે આ બધું ખૂબ જ થાકભર્યું હોય છે. રાશિદે કહ્યું કે ‘અમેરિકન રેપર વિજ ખલીફા મારો મિત્ર છે. સ્ટીક અઓકી પણ મારા મિત્ર છે. તે બધા અમારા ફાર્મહાઉસ પર આવે છે. પરંતુ કેટલીકવાર મારે સેલિબ્રિટીઝને ના કહેવું પડે છે કારણ કે મારી પાસે સમય નથી હોતો અને આ બધું ખૂબ જ થકવી નાખે છે.’
View this post on Instagram
તેની લોકપ્રિયતાનો અંદાજ ઇન્સ્ટાગ્રામ પર તેમના 8 લાખથી વધુ ફોલોઅર્સની સંખ્યા પરથી જ મેળવી શકાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.