આપણે શહેરની બહાર જતા હોય છે ત્યારે રહેવા માટે હોટેલની જરૂર પડતી હોય છે. સારી હોટેલ જોઈને આપણે 3થી 4 હજાર રૂપિયા આપતા અચકાતા નથી. દરેક લોકો હોટેલમાં એવું જ ઇચ્છતા હોય છે કે હોટેલ ચોખ્ખી હોય, સ્ટાફ સારો હોય અને જમવાનું સારું મળી રહે. પરંતુ શું તમે કયારે પણ વિચાર્યું છે કે આ હોટેલ પાછળ પણ ગંદકી જ હોય છે. ઘણી વાર આપણે એવી ભૂલ કરી બેસ્ટ હોય છે જે પાછળથી આપણે ભોગવવું પડે છે. આજે અમે તમને જણાવીશું કે, હોટેલ વાળા તમારી સાથે કેવી રીતે ઠગી કરી શકે છે.

આવો જાણીએ એ વિષે જે હોટેલવાળા હંમેશા છુપાવતા હોય છે.
1. તમારો રૂમ જેટલો સાફ દેખાય છે તેટલો હોતો નથી
દર વર્ષ હોટેલના દરેક રૂમમાં 100થી વધુ લોકો તો રહેતા હોય છે, ત્યારે તે રૂમમાં કોણ-કોણ રહ્યા હોય છે, આ રૂમમાં શું-શું કરતા હોય છે તે ક્યારે પણ આપણે જાણતા નથી હોતા. જો તમને લાગતું હોય કે, બેડ પર રાખેલા બ્લેન્કેટ અને બેડ કવર સાફ હોય તો તે બિલકુલ ખોટું છે. બ્લેન્કેટ કયારે-ક્યારેક જ સાફ કરતા હોય છે અને બેડ કવર તો ક્યારે પણ નહીં.
2. રૂમમાં રાખેલા ગ્લાસનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક
શું તમે જાણો છો કે,ઘણી હોટેલમાં ગ્લાસ ફર્નિચર પોલીશથી સાફ કરવામાં આવે છે. આ કરવાથી ગ્લાસ ચમકદાર અને સાફ દેખાય છે, પરંતુ ગ્લાસમાં સાફ કરવામાં આવેલા રસાયણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ઘણી વાર હોટેલ સ્ટાફ વાળા લોકો બાથરૂમના પાણીથી ગ્લાસ સાફ કરી દેતા હોય છે.

3. મીની બાર
ઘણી હોટેલમાં મીની બારમાં પાણી, બિયર, જ્યુસ અને હાર્ડ લિકર પણ મળતું હોય છે. સારી હોટેલમાં આ વસ્તુઓમાં પૈસા નથી લેતા, પરંતુ મીની બારનો ઉપયોગ કરતા પહેલા મેનેજરને પૂછી લેવું જોઈએ કે, આ સર્વિસ ફ્રી છે કે નહીં. એક વાત ખાસ ધ્યાન રાખવાની કે, પાણીની બોટલનું સીલ હંમેશા જોઈને જ લેવું. બની શકે કે, પહેલા ગેસ્ટ પૈસા ના આપવાના ચક્કરમાં પાણી ભરી દીધું હોય.
4. બેડ પર જીવજંતુ
આમ તો રૂમની સફાઈ દરરોજ થતી હોય છે પરંતુ જો તમને સૂતી વખતે જીવજંતુ કરડી જાય તો ? હોટેલ સ્ટાફ વાળા કયારે પણ નહીં જણાવે કે, છેલ્લે તેને કયારે રૂમમાં પેસ્ટ કંટ્રોલ કરાવ્યું હતું, તેથી હોટેલમાં રહેતી વખતે હંમેશા કીડી અને મંકોડાનું ધ્યાન રાખવું.

5. મૃત્યુ અને આત્મહત્યા
લોકો હોટેલમાં હંમેશા એટલા માટે રોકાતા હોય છે કે તે એકાંતમાં થોડો સમય પસાર કરી શકે. હોટેલના રૂમમાંથી ઘણી વાર લાશ મળે છે. તો ઘણી વાર કુદરતી કારણસર કોઈનું મૃત્યુ થઇ જાય છે. તમને કયારે પણ ખબર નહીં પડે કે આ રૂમમાં કોઈનું મૃત્યુ થયું છે કે કોઈએ આત્મ હત્યા કરી છે, આ બાબતની જાણકારી હોટેલ વાળા કયારે પણ નહીં આપે.
6. દુર્ઘટના
હોટેલમાં દુર્ઘટના ઘટવી સામાન્ય વાત છે. હોટેલમાં શાકભાજી સમારતી વખતે ક્કોઈની આંગળી કપાઈ જવી, સીડી ઉતરતી વખતે કોઈ ગબડી પડે,લિફ્ટ કરતી વખતે કોઈનું મૃત્યુ થાય છે. આવી ખબર મીડિયા વાળા કયારે પણ નહીં આપે. તેથી હંમેશા હોટેલમાં જતી વખતે લિફ્ટ ચાલે છે કે નહીં તે જોઈને જવું.

7. પોલીસ અને આગ
હોટેલ વાળા હંમેશા ઇચ્છતા હોય છે કે, હોટેલલી ખામીઓ લોકો સુધી ના પહોંચે. હોટેલવાળાનો પોલીસ સાથે હંમેશા સારો સંબંધ હોય છે, ઘણી હોટેલમાં અગ્નિશમક વસ્તુઓ પણ નથી હોતી, છતાં પણ પોલીસ આંખ આડા કાન કરે છે.
8. સેલિબ્રિટીઓ
ઘણી વાર સેલિબ્રિટીઓ પણ તેની પસંદગીની હોટેલમાં ઉતરતા હોય છે. સેલિબ્રિટીઓ ક્યારે પણ નથી ઇચ્છતા કે સામાન્ય લોકોને તેની ખબર પડે. હોટેલ સ્ટાફવાળા હંમેશા સુનિશ્ચિત હોય છે કે, સેલિબ્રિટીઓની શાંતિ હંમેશા ભંગના થાય. તેથી હોટેલ વાળા ક્યારે પણ કોઈને જણાવતા નથી.

9. કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય તો..
જો તમારો કોઈ પણ સામાન ખોવાઈ ગયો હોય તો ભાગ્યે જ એ સામાન મળે. તમારો ખોવાયેલો સામાન કા તો હોટેલના સ્ટાફ વાળા રાખશે અથવા તો બીજા લોકો લઇ લેશે. સામાન્ય રીતે તો લોકો મોબાઈલ ચાર્જર, કપડાં, ચાવી અને મોબાઈલ લેપટોપ ભૂલી જતા હોય છે. જો બીજી કોઈ વાર તમારી કોઈ વસ્તુ હોટેલના રૂમમાં ભુલાઈ જાય તો તુરંત જ હોટેલવાળાને જાણ કરો.
10. હોટેલ સ્ટાફવાળા પણ કરતા હોય છે તમારા રૂમનો ઉપયોગ
જો તમે રૂમમાંથી નીકળીને ક્યાંય ફરવા જાવ છો તો અને હાઉસ કીપિંગ વાળા લોકો તમારો રૂમ સાફ કરવા માટે આવે છે તો તેની પાસે ઘણો સમય હોય છે જેમાંતે રૂમમાં ગમે તે કરી શકે છે.

11. ગાડી પાર્કિંગ કરતી વખતે ધ્યાન રાખવું
ડ્રાઈવરને કાર આપ્યા બાદ કારમાં કોઈ ક્ષતિ થાય તો તેના માટે હોટેલવાળા જવાબદાર નથી. પાર્કિંગમાં કાર પાર્ક કરતી વખતે હંમેશા કારનું ધ્યાન રાખવું જોઈએ.
12. વેશ્યાવૃત્તિ
હોટેલના કમરામાં શું થાય છે તે કોને ખબર હોય છે. હોટેલ સ્ટાફ વાળાને ખબત હોય છે બીજા રૂમમાં શું ચાલી રહ્યું છે, પરંતુ તમને ખબર નથી હોતી. ઘણા લોકો રૂમમાં કોલગર્લને બોલાવતા હોય છે. આ વાતને સ્ટાફને ખબર હોય છે તેથી હોટેલમાં રૂમ બુક કરાવતા પહેલા એ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ.

13. લોકેશન
કોઈ પણ અજાણ્યા જગ્યા પર જતી વખતે કયારે પણ ઓનલાઇન હોટેલ બુક ના કરાવવી કારણે તેનાથી તમને ક્યારે પણ ખબર નહીં પડે કે, આજુબાજુમાં કોઈ વાહન મળશે કે નહીં કે આજુબાજુનું વાતવરણ કરેવું હશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.