અજબગજબ

હોટલનો સ્ટાફ આ 12 વાતો તમારાથી છુપાવીને રાખે, જાણીને તમને પણ નવાઈ લાગશે

આપણે રજાઓમાં અથવા ઓફિશિયલ ટ્રીપમાં ક્યાંક જઈએ ત્યારે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરીએ છીએ. જો તમને રૂમના 3000 થી 4000 રૂપિયા આપતા હોવ તો તમને ઈચ્છો કે રૂમ ખુબ જ સારો મળે અને ત્યાંની સાધન સામગ્રી અને સુવિધા બધી સારી મળે. રૂમ સાફ હોય, હોટલનો સ્ટાફ વિનમ્ર અને શિષ્ટ હોય, હોટલની સૌથી બેસ્ટ સુવિધાઓ તમને મળે વગેરે પરંતુ શું આવું હકીકતમાં થાય છે? કદાચ નહિ.

Image Source

આજે અમે તમને જણાવીએ એવી અમુક વાતો જે હોટલવાળા તમારાથી છુપાવે છે.

1. તમારો રૂમ જેટલો સાફ લાગે એટલો હોતો નથી:

દરે વર્ષે હોટલના એક રૂમમાં 100થી વધારે લોકો રોકાય છે અને તે રૂમમાં શું કરે છે એ તો કોઈને ખબર પણ નથી હોતી. પણ તમને એવું લાગતું હોય કે ગાદલા પર રાખેલી ઓઢવાની રજાઈ અને ગાદલાનું કવર સાફ હોય છે તો આ તમારી ભૂલ છે. રજાઈને ક્યારેક ક્યારેક જ ધોવામાં આવે છે અને ગાદલાના કવર તો કદાચ બદલવામાં આવતા જ નથી. રૂમમાં રાખેલ પાણી પીવાના ગ્લાસ પણ માત્ર પાણી વડે સાફ કરવામાં આવે છે.

Image Source

2. રૂમમાં રાખેલો ગ્લાસ વાપરો પડી શકે છે ભરી:

શું તમે જાણો છો કે અમુક હોટલમાં ગ્લાસ ફર્નિચર પોલિશથી સાફ કરવામાં આવે છે. આવું કરવાથી ગ્લાસમાં ચમક આવે અને સાફ દેખાય પરંતુ, તેમાં ઉપયોગ કરવામાં આવેલું રસાયણ તમારા માટે ખુબ જ નુકશાનકારક હોય છે. કેટલીકવાર જો તમે સરખી ટીપ ન આપો તો હોટલનો સ્ટાફ બાથરૂમના પાણી વડે ગ્લાસ ધોઈને આપે છે.

Image Source

3. મીની બાર:

કેટલીક હોટલોમાં મીની બારમાં પાણી, બિયર, જ્યુસ અને કેટલીક વખત તો હાર્ડ લિકર પણ મળે છે અને મોટી હોટલોમાં આ બધી વસ્તુઓ વાપરવાના પૈસા પણ નથી લેવામાં આવતા પરંતુ મીની બારનો ઉપયોગ કરતા પહેલા મેનેજરને પુછી લેવું વધારે સારું કે આ સર્વિસ ફ્રી છે કે નહિ. બીજી એક વાતનું ધ્યાન રાખવું કે મીની બારમાંથી પાણી પીતી વખતે બોટલનું સીલ જરૂર ચેક કરવું. બની શકે કે તમારા પહેલા રહેવાવાળાએ પૈસા ન આપવા પડે એટલે પાણી પીને અંદર કોઈ બીજી નાખી દીધું હોય અથવા બીજું પાણી ભરી દીધું હોય.

4. પથારીમાં જીવડાં અથવા ખટમલ મળી શકે:

અમે તો તમારા રૂપમાં હાઉસ-કીપિંગ રોજ સફાઈ કરવા આવે છે પરંતુ રોજ સાફ થવા છતાં ઊંઘતા સમયે તમે જીવડાં વળગે તો તમે શું કરશો? હોટલનો સ્ટાફ તમને ક્યારેય નહિ જણાવે કે રૂમમાં ક્યારે પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યું હતું. તેથી જીવડાં અને ખટમલનું ધ્યાન રાખવું.

Image Source

5. મુત્યુ અને આત્મહત્યા:

લોકો હોટલમાં એટલા માટે રોકાય છે કે તેઓ એકલામાં સમય પસાર કરી શકે. આમાંથી એવા પણ લોકો હોય છે જેમને જીવલેણ બીમારીઓ હોય. હોટલમાંથી લાશ મેળવી એ કોઈ નવી વાત નથી. કેટલાક લોકો પ્રાકૃતિક કારણોથી પોતાનો છેલ્લો શ્વાસ હોટલોમાં લે છે. પરંતુ આ વાત તમને ક્યારેય ખબર નહિ પડે કે કોઈ રૂમમાં શું થયું હતું. જીવનથી હારી ગયેલા લોકો હોટલોમાં આવીને આત્મહત્યા કરી લે છે અને આવી ઘટના હોટલવાળા છુપાવીને રાખે છે કેમ કે તેમની છબી ખરાબ ન થયા તે માટે હોટલવાળા આવી ઘટનાઓ છુપાવે છે.

6. દુર્ઘટના:

હોટલોમાં દુર્ઘટના થવી કોઈ મોટી વાત નથી. ભોજન બનાવતા સમયે કોઈ કુકની આંગળી કપાઈ જવી. સીડીમાંથી ઉતારતા સમયે હોટલના કોઈ કર્મચારીની સીડી પરથી પાડીને મૃત્યુ થવી. જેવી ઘટનાઓ જલ્દી મીડિયામાં નથી આવતી તેથી હોટલમાં જવો ત્યારે સેફટી છે કે નહિ વગેરે વસ્તુઓ ચેક કરી.

Image Source

7. પોલીસ અને આગ:

હોટલવાળા કાયમ ઈચ્છે કે તેમની ખામીઓ લોકો સુધી ન પહોંચે. તેથી હોટલવાળા પોલીસો સાથે સારા સંબંધો બનાવીએ રાખે છે. અમુક હોટલોમાં તો આગથી બચવાના ઉપાયો પણ નથી હોતા પરંતુ પોલીસ તમને કોઈ કરતી નથી કારણ કે તેમાં તેમનો જ ફાયદો છે.

8. સેલિબ્રિટી:

કોઈ મોટા સેલિબ્રિટી જયારે પણ બહાર નીકળે ત્યારે તેઓ પોતાની મનપસંદ હોટલોમાં જ રહે છે. કેટલાક સેલિબ્રિટી નથી ઇચ્છતા કે સામાન્ય લોકોને તેમને વિશે ખબર પડે. તેથી હોટલ સ્ટાફ હંમેશે ખાતરી રાખે છે કે આ સેલિબ્રિટીની શાંતિ ભંગ ન થાય. તેથી હોટલવાળા આ સેલિબ્રિટીની ઓળખાણ છુપાવીને રાખે છે.

9. વસ્તુઓ ખોવાઈ જવી:

જો તમારો કોઈ સામાન અથવા વસ્તુ હોટલમાં ખોવાઈ જાય તો એવું માની લેવું પડે છે કે હવે એ વસ્તુ મળશે જ નહિ. હોટલના કોઈ સ્ટાફનો કોઈ વ્યક્તિ તે વસ્તુ પોતાની સાથે રાખી લેશે અથવા તમારા રૂમમાં  બીજા કોઈ રોકાનારા  નવા ગેસ્ટ પોતાની પાસે રાખી લેશે. બીજું તો શું થાય છે હોટલોમાં તમારું ચાર્જર, લેપટોપ, કપડાં, ચાવી? બીજી વખતે જયારે સામાન ખોવાય તો તરત જ હોટલની સિક્યોરિટીને જાણ કરી દેવી.

Image Source

10. હોટલ સ્ટાફ પણ તમારા રૂમનો ઉપયોગ કરે:

જયારે તમે રૂમમાંથી બહાર ફરવા અથવા આંટો મારવા બહાર જાવ ત્યારે હાઉસ કીપિંગવાળા લોકો તમારો રૂમ સાફ કરવા આવે છે ત્યારે તેમના પાસે ખુબ જ સમય હોય છે જેમાં તે તમારા રૂમમાં કોઈ પણ કરી શકે છે.

Image Source

11. ગાડી પાર્કિંગ કરવા ન આપવી:

જો  કોઈ ડ્રાઈવરને તમારી ગાડી પાર્કિગ કરવા આપી અને ગાડીમાં જોઈ નુકસાન થઇ જાય તો હોટલવાળાની કોઈ જવાબદારી નથી રહતી. જી હા તમે તો તમારી ગાડી હોટલમાં આપી દો છે પરંતુ  પાર્કિંગવાળા તમારી ગાડી સાથે શું કરે છે તે તમે ક્યારેય ખબર પડતી નથી.

12.વેશ્યાવૃત્તિ:

હોટલોના રૂમમાં શું થઇ રહ્યું છે તે કોઈને ખબર નથી હોતી. માત્ર હોટલના સ્ટાફને ખબર હોય છે. જો તમારા બાજુના રૂમમાં જ વેશ્યાવૃત્તિ ચાલતી હશે તો પણ તમને ખબર નહીં પડે. અમીર લોકો મોંઘી કોલગર્લને હોટલમાં જ બોલાવે છે અને આવી બાબતોમાં હોટલના સ્ટાફને આ વાતની જાણ પહેલાથી જ હોય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.