આપણા હંમેશા મનમાં પ્રશ્ન થાય કે એર હોસ્ટેસ ક્યાં સૂતી હશે? અંદરની સિક્રેટ તસ્વીરો જોઈને દંગ રહી જશો
આજના સમયમાં ફલાઇટ દ્વારા મુસાફરી કરવી ખુબ સરળ બની ગઈ છે. ટ્રેન કે બસ દ્વારા લાગતી મુસાફરીની કલાકોનો સમય ફ્લાઇટ દ્વારા અમુક જ કલાકોમાં પુરો થઇ જાય છે. ફ્લાઈટમાં તમામ પ્રકારની સુવિધાઓ એર હોસ્ટેઝ દ્વારા આપવામાં આવે છે. એર હોસ્ટેઝ તમારી દરેક જરૂરિયાતના સમયે હાજર રહે છે. ફ્લાઈટમાં તમારા માટે તો આરામદાયક ખુરશી હોય છે પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ખાલી સમયમાં આ એર હોસ્ટેઝ કે અન્ય ક્રૂ મેમ્બર્સ ક્યાં આરામ કરતા હશે. ચાલો તમને આજે આ સવાલનો જવાબ આપીએ.

ધ પોઇન્ટ ગાઈ નામની એક સંસ્થાથી ટ્રાવેલ એનાલિસ્ટ તરીકે જોડાયેલા જૈક ગ્રીફ નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જે ફ્લાઇટ બોઇંગ 787 ડ્રિમ લાઈનરનો છે. વીડિયોમાં જૈકએ ફ્લાઇટના આ સિક્રેટ રૂમને દેખાડ્યો છે જેમાં ફ્લાઇટ અટેન્ડેન્ટ માટે આરામ કરવા માટેની જગ્યા હોય છે, જો કે આ જગ્યા પર જવાની કે તેને જોવાની મુસાફરોને પરવાગી નથી હોતી.

જણાવી દઈએ કે જૈક એક વર્ષમાં 55 દેશોમાં કુલ 2 મીલ જેટલી સફર કરી ચુક્યા છે, જૈકે કહ્યું કે હું એક મુસાફર છું અને દુનિયાના અલગ અલગ ભાગોને જાણવાનું મને ખુબ જ પસંદ છે. તે એક ટ્રાવેલ એનાલિસ્ટ સ્વરૂપે ધ પોઇન્ટ ગાઈ સાથે જોડાયેલા છે. The Point Guy એક એવી વેબસાઈટ છે, જે પોતાના રીડર્સ ટ્રાવેલ અનુભવ વિશે જણાવે છે.

વિડીયો શેર કરીને જૈકએ લખ્યું કે,”શસસસસ..! કોઈને કહેશો નહીં, પણ ફ્લાઈટની અંદર ક્રૂ મેમ્બર્સ માટે આરામ ક રવાનો આ સિક્રેટ રૂમ છે, આ જગ્યા મુસાફરોના પહોંચથી દૂર હોય છે અને યાત્રા દરમિયાન પાઇલોટ અને અન્ય ફ્લાઇટ અટેન્ડેન્ટ અહીં જ આરામ કરે છે. આ મુસાફરોના ડેકના ઉપરની તરફ હોય છે”.

વીડિયોમાં પહેલા તો એક દરવાજો દેખાઈ રહ્યો છે જે બહારથી ટોઈલેટના દરવાજા જેવો જ લાગી રહ્યો છે, પણ તેને ખોલતા અંદર સીઢીઓ બનેલી છે આ સીઢીઓ સિક્રેટ રૂમ સુધી જાય છે, જ્યાં સીઢીઓ જતા ક્રૂ મેમ્બર્સ આરામ કરે છે. અહીં કુલ છ બેડ લાગેલા છે અને બેડની વચ્ચે ડિવાઈડર અને પડદા પણ લાગેલા છે.

જૈકે કહ્યું કે ફ્લાઈટની ઉડાણ ભરતા પહેલા તેને આ સિક્રેટ રૂમ જોવાનો મૌકો મળ્યો, જ્યા મુસાફરોને જવાની પરવાનગી નથી હોતી.આ એક પ્લૅનનો જ ભાગ હોય છે જેના વિશે યાત્રીઓને જાણકારી નથી હોતી. કૉકપીટના નજીક જ આ દરવાજો હોય છે, અને તેને જોતા એ પણ ખબર ન પડી શકે કે અહીંથી સિક્રેટ રૂમ સુધી જઈ શકાય છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના દરમિયાન પાઇલોટ્સ અને અન્ય ફ્લાઇટ અટેન્ડેન્ટને આરામ કરવાની જરૂર પડે છે કેમ કે આરામ કર્યા વગર 10 કલાકથી વધારે સમય સુધી કામ કરવું અશક્ય હોય છે. જેથી મોટાભાગે આંતરરાષ્ટ્રીય હવાઈ જહાજોમાં આરામ કરવા માટેની આ ખાસ જગ્યા બનાવવામાં આવે છે.

જુઓ જૈક દ્વારા શેર કરેલો ફ્લાઈટનો વિડીયો…..
View this post on Instagram