જ્યોતિષ શાસ્ત્ર

પગના અંગુઠા પાસેની આંગળી છે મોટી? તો તેની પાછળ છુપાયેલા આ રહસ્યને જાણીને ચોંકી ઉઠશો, વાંચો શું છે રહસ્ય

ઈશ્વરે દરેક માણસની રચના અલગ અલગ કરી છે. જ્યોતિષો અને શાસ્ત્રો અનુસાર માણસના શરીરમાં કેટલીય એવી નિશાનીઓ હોય છે જેના કારણે તેનું ભાગ્ય પણ નક્કી થતું હોય છે.

Image Source

પગથી લઈને માથા સુધી આપણા શરીરમાં એવા નાના મોટા ઘણા ચિન્હો હોય છે જે આપણી અંગત ઓળખાણ સાથે આપણા ભાગ્ય સાથે પણ જોડાયેલી હોય છે. આવું જ એક રહસ્ય પગની આંગળીઓમાં પણ છુપાયેલું છે. મોટાભાગના લોકોના પગની આંગળીઓ સરખી હશે પરંતુ કેટલાક લોકોની પગની આંગળીઓ અલગ પ્રકારની હોય છે. કેટલાય વ્યક્તિને હાથમાં કે પગમાં છ આંગળીઓ હોવી એ પણ એક સંકેત જ છે.

Image Source

આજે આપણે પગના અંગુઠાની બાજુમાં રહેલી આંગળી વિશે વાત કરવાના છીએ. ઘણા લોકોને પગના અંગુઠાની બાજુમાં રહેલી આંગળી અંગુઠા કરતા પણ મોટી હોય છે. તો કેટલાક ને આ આંગળી સમાન અથવા નાની હોય છે. આ આંગળી મોટી હોવી તેના ઉપર પણ એક રહસ્ય છુપાયેલું છે. તેનો સીધો સંબંધ આપણા ભાગ્ય અને આપણા વ્યક્તિત્વ સાથે રહેલો છે.

કાળા હોવા છતાં લોકોને કરે છે આકર્ષિત:
એવું કહેવાય છે કે જેના પગની આ બીજી આંગળી લાંબી હોય છે તે લોકો ભલે કાળા હોય, પરંતુ તેમનું શરીર એવું ઘાટીલું હોય છે જેના કારણે તે સુંદર દેખાય છે. તેમની અંદર એવી આકર્ષકતા હોય છે જેના કારણે લોકોને તે પોતાની તરફ આકર્ષિત કરે છે.

Image Source

લાંબી આંગળી વાળી સ્ત્રી પોતાના પતિને કરે છે ખુબ જ પ્રેમ:
જે સ્ત્રીઓના અંગુઠાની બાજુવાળી આંગળી મોટી હોય તો એ સ્ત્રી પોતાના પતિને ખુબ જ પ્રેમ કરે છે, પરંતુ આ સ્ત્રીઓ ક્યારેય પોતાના પ્રેમને અભિવ્યક્ત કરી શકતી નથી. તે પોતાના સાથીને પોતાનું સર્વસ્વ સોંપી દે છે તે છતાં પોતાના સાથી આગળ જાહેર નથી કરતી.

ગુસ્સાવાળો સ્વભાવ:
જે વ્યક્તિની બીજી આંગળી લાંબી હોય તે વ્યક્તિનો સ્વભાવ પણ ખુબ જ ગુસ્સા વાળો હોય છે, પરંતુ તે પોતાનો ગુસ્સો અભિવ્યક્ત નથી કરી શકતા સાથે સાથે આવા વ્યક્તિઓ ગુસ્સો શાંત થયા બાદ સારી રીતે અને શાંત દિલે બધું સમજે પણ છે.

Image Source

મુશ્કેલીઓનો સામનો કરે છે:
પગમાં રહેલી બીજી આંગળી લાંબી હોય તેવા લોકો શરૂઆતમાં મુશ્કેલીઓનો ભરપૂર સામનો કરે છે પરંતુ જીવનમાં સફળતાનાં શિખર સુધી પણ પહોંચે છે. આવા લોકોનું જીવન સંઘર્ષમય હોય છે પરંતુ સંઘર્ષ બાદ તેમને સફળતા પણ મળવાની શરૂ થઇ જાય છે.